નિષ્ફળતાથી ધ્યાન હટાવવા ભાજપ કંઈ પણ કરી શકે છેઃ ઉદ્ધવ

Spread the love

મોદી કહે છે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ ખરા અર્થમાં તો તે દરેકને લાત અને પોતાના મિત્રોનો વિકાસ હોવાનો ઉદ્ધવ ઠાકરેનો દાવો


હિંગોલી
શિવસેના (યુબીટી)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દેશમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાના પ્રયાસો સામે લોકોને ચેતવણી આપી અને દલીલ કરી કે ભાજપ પોતાની સરકારની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે કંઈ પણ કરી શકે છે.
અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના હિંગોલીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “હું એમ નથી કહી રહ્યો, પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના હતા અને તૃણમૂલના સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું છે કે ભાજપ 2024ની ચૂંટણી જીતવા માટે કંઈપણ કરી શકે છે. તેમણે 2019માં પુલવામાની ઘટના અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે અને આશંકા વ્યક્ત કરી છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ મોટાપાયે કોમી રમખાણો ફાટી શકે છે.
લોકોને સાવધ રહેવાનું કહેતાં શિવસેના (યુબીટી) પ્રમુખે કહ્યું, “તેઓ ગૌરવપૂર્ણ હિંદુ હોવાનો ગર્વ અનુભવે છે પરંતુ હિંદુ હોવાનો મતલબ મુસ્લિમો સાથે ભેદભાવ નથી. મને ભાજપના કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. તેઓ કહે છે કે હું હિન્દુત્વથી ભાગી ગયો છું, ખોટું. હું મુસ્લિમોની વિરુદ્ધ નથી. હું દેશદ્રોહીઓની વિરુદ્ધ છું. દેશદ્રોહીઓને ફાંસી આપો પણ જય શ્રી રામ બોલવાથી તમે હિન્દુ નથી બની જતા. હિંદુઓ માટે નોકરી ક્યાં છે?”
ભાજપ પર પ્રહાર કરતા તેમણે વધુમાં કહ્યું કે, “તમે (નરેન્દ્ર મોદી) કહો છો કે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ ખરા અર્થમાં તો તે દરેકને લાત એ પોતાના મિત્રોનો વિકાસ છે. તમે સુનિશ્ચિત કરો છે કે તમારા મિત્રોને ભારત અને વિદેશમાં બધું જ મળે, કોન્ટ્રાક્ટ, કંપનીઓ અને સંસાધનો… બધું જ તમારા મિત્રો માટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયાને અહંકારી ગણાવ્યું હતું. આ અંગે નારાજગી વ્યક્ત કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “મોદી સાહેબ, ચંદ્ર પર કોણ પહોંચ્યું છે? ભારત કે ઇન્ડિયન મુજાહિદ્દીન. વડાપ્રધાનને આવી ભાષા શોભતી નથી.” ખરેખર વિપક્ષી ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખવાના વિપક્ષના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાને કહ્યું હતું કે આતંકવાદી જૂથનું નામ પણ ઈન્ડિયા છે. ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું, “તમારી પાસે કોઈ સિદ્ધાંત નથી, કોઈ વિચારધારા નથી. તમે અન્ય પક્ષોના નેતાઓની ચોરી કરી છે. તમે દેશદ્રોહી અને ચોરોનું ટોળું બનાવી દીધું છે. તમે બીજા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવો છો પણ કલંકિત લોકોને તમારા ખાસ પાવડરથી ધોઈને તમારામાં સામેલ કરી લો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *