તરવૈયાઓ નદીના વહેણમાં તણાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે

ભોપાલ
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓમાં પાણીનું જળસ્તર વધી ગયું છે… એટલું જ નહીં પાણીની ધમસમતું વહેણ બ્રિજ પરથી વહી રહ્યું છે, ત્યારે અહીં ઓટો ડ્રાઈવરની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે અફનતી નદી પરનો પુલ પાર કરતી વખતે એક રીક્ષા ચાર લોકો સહિત નદીમાં તણાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થલ પર પહોંચી ગઈ છે. હાલ તરવૈયાઓ નદીના વહેણમાં તણાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે.
દરમિયાન વરસાદના કારણે બૈતુલના બોરદેહી પોલીસ સ્ટેશન વિસ્તારના નરેરા અને છિપન્યા ગામ વચ્ચે આવેલી મોરિયા નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીનું પાણી પુલની ઉપરથી વહી રહ્યું છે. આ દરમિયાન બ્રિજ પરથી ધસમસતુ પાણી વહી રહ્યું હતું, ત્યારે એક ઓટો ડ્રાઈવરે બેદકારીપૂર્વક બ્રિજ પાર કરવાનો પ્રયાસ કરતા રીક્ષા નદીમાં તણાઈ ગઈ છે. ઓટોમાં રિક્ષા ડ્રાઈવર સહિત 4 લોકો સવાર હતા. જોતજોતામાં ઓટો સહિત તમામ લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા છે.
બોરદેહી થાના પ્રભારી સારવેન્દ્ર ધ્રુવેએ કહ્યું કે, ઓટોમાં 4 લોકો ગણેશ ઈરપાચે, રામ સિંહ વિશ્વકર્મા સહિત 2 અન્ય લોકો હતા. પોલીસ તેમની શોધખોલ કરી રહી છે.