ટૂર્નામેન્ટમાં ભારતીય એ ટીમ 13 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે, ભારતનો ખરાખરીનો જંગ 17 જૂને પાકિસ્તાન સામે થશે
નવી દિલ્હી
બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) વચ્ચે મેન્સ એશિયા કપ 2023 ના આયોજનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન, બીસીસીઆઈએ આ મહિને 12 જૂનથી રમાનારી ઇમર્જિંગ એશિયા મહિલા એશિયા કપ માટે 14 ખેલાડીઓની ભારતીય એ ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય એ ટીમ 13 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યારે ભારતનો ખરાખરીનો જંગ 17 જૂને પાકિસ્તાન સામે થશે.
ઇમર્જિંગ વિમેન્સ એશિયા કપ 2023માં ભારતીય એ ટીમને લીગ તબક્કામાં 3 મેચ રમવાની તક મળશે. ભારતીય એ ટીમ તેની પ્રથમ મેચ 13 જૂને યજમાન હોંગકોંગ સામે 15 જૂને થાઈલેન્ડ એ ટીમ વિરુદ્વ મેચ રમશે. આ પછી, ભારત એ તેની છેલ્લી લીગ મેચ પાકિસ્તાન એ મહિલા ટીમ વિરુદ્વ 17 જૂને રમશે.
ઇન્ડિયા એ મહિલા ટીમ
- શ્વેતા સેહરાવત (કેપ્ટન)
- સૌમ્ય તિવારી (વાઈસ-કેપ્ટન)
- ઉમા ક્ષેત્રી (વિકેટકીપર)
- મમતા માડીવાલા (વિકેટકીપર)
- ત્રિશા ગોંગડી
- મુસ્કાન મલિક
- શ્રેયાંકા પાટીલ
- કનિકા આહુજા
- તિતાસ સંધુ
- યશશ્રી એસ
- કાશ્વી ગૌતમ
- પાર્શ્વી ચોપરા
- મન્નત કશ્યપ
- બી અનુષા.
ભારતીય મહિલા એ ટીમની કેપ્ટનશિપની જવાબદારી શ્વેતા સેહરાવતને સોંપવામાં આવી છે. શ્વેતાનું શાનદાર પ્રદર્શન વર્ષ 2023ની શરૂઆતમાં રમાયેલા મહિલા ટી20 વર્લ્ડ કપ દરમિયાન જોવા મળ્યું હતું. શ્વેતાએ 7 મેચમાં કુલ 297 રન બનાવ્યા, જેમાં તેણે 3 અડધી સદીની ઇનિંગ્સ સહિત ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા. ઇમર્જિંગ એશિયા કપનું આયોજન હોંગકોંગમાં કરવામાં આવી રહ્યું છે. આમાં 8 ટીમો ભાગ લઈ રહી છે, જેને દરેક 4 ના 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમને ગ્રુપ-એમાં સ્થાન મળ્યું છે.