હાઉસ ઓફ કોમન્સમાં સ્પીકરે નાઝી અધિકારીને આમંત્રિત કરવા બદલ જવાબદારી લીધી હોવાની ટ્રૂડોની કબૂલાત
ઓટાવા
https://68b63e1829696fa22c388df2e89047b8.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html ભારત સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને નાઝી અધિકારીના સંસદમાં થયેલા સન્માન બદલ નીચી મુંડીએ માફી માંગવાનો વારો આવ્યો છે.
કેનેડાની પાર્લામેન્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ જ્યારે વક્તવ્ય આપ્યુ ત્યારે એક નાઝી લશ્કરી અધિકારીનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ અધિકારી બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન જર્મનીના હાથ નીચે લડ્યો હોવાનુ બહાર આવ્યા બાદ આખી દુનિયામાં કેનેડાનો ફજેતો થયો હતો. જેના પગલે કેનેડાની સંસદના સ્પીકરને રાજીનામુ પણ આપવુ પડ્યુ છે.
જ્યારે ટ્રુડોએ નાછુટકે આ ઘટનાની ગંભીરતા સમજીને માફી માંગવાનો વારો આવ્યો છે. ટ્રુડોએ કહ્યુ હતુ કે, હાઉસ ઓફ કોમન્સમાં સ્પીકરે નાઝી અધિકારીને આમંત્રિત કરવા બદલ જવાબદારી લીધી છે. ભલે આ અધિકારીને આમંત્રિત કરવામાં ભૂલ થઈ હોય પણ તેના કારણે કેનેડા શરમજનક સ્થિતિમાં મુકાયુ છે. જે લોકોએ આ અધિકારીના સન્માન બદલ ઉભા થઈને તાળીઓ પાડી હતી તે તમામ સંસદ સભ્યોને આ વાતનો અફસોસ છે.
ટ્રુડોએ આગળ કહ્યુ હતુ કે, નાઝીઓએ વિશ્વ યુધ્ધ દરમિયાન લાખો યહૂદીઓનો સંહાર કર્યો હતો. આ તમામ યહૂદીઓના સગા સબંધીઓ માટે નાઝી અધિકારીનુ સન્માન જોવુ ભારે દુખની વાત છે.
ઉલ્લખનીય છે કે, નાઝી અધિકારી યારોસ્લાવ હુંકાનુ કેનેડાની સંસદમાં યુક્રેનના વોર હીરો તરીકે સન્માન કરવામાં આવ્યુ હતુ. હકીકત એ હતી કે, આ અધિકારી યુક્રેનમાં જર્મન આર્મીના નેતૃત્વ હેઠળ લડાઈ લડ્યા હતા અને તેના કારણે કેનેડાની આબરુના ધજાગરા થયા છે.