આ અગાઉ તેઓ તેમના ભારત પ્રવાસ દરમિયાન મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા
નવી દિલ્હી
વામપંથી રાજકારણથી નોપાળના પીએમ પદ સુધી પહોંચેલા પુષ્પ કમલ દહલ પ્રચંડનું નવું રૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમનું આ રૂપ જોઈને લોકોને હેરાન રહી ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ પ્રચંડનો ધર્મ તકફ વધુ ઝુકાવ જોવા મળી રહ્યો છે.
https://5336302764e5f9f005606f1a2257a507.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html એક સમયે કટ્ટર કમ્યુનિસ્ટ નેતાના રૂપમાં ઓળખાતા પ્રચંડનું આ ભક્તિનું રૂપ જોઈને મોટા ભાગના લોકો દંગ રહી ગયા છે. ચીનના શીર્ષ નેતાઓ સાથે મુલાકાત બાદ પ્રચંડ હવે કૈલાશ માનસરોવરના દર્શન માટે પહોંચ્યા છે.
આ પહેલીવાર નથી કે જ્યારે શિવ પ્રત્યે તેમની ભક્તિ જોવા મળી હોય. આ અગાઉ તેઓ તેમના ભારત પ્રવાસ દરમિયાન મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા. તેમણે પોતાના દેશમાં સ્થિત પશુપતિનાથ મંદિરની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓ બીજા ઘણા મંદિરોમાં દર્શન કરવા માટે જાય છે.
પ્રચંડનું આ રૂપ લોકોને આશ્ચર્યમાં મૂકે છે કારણ કે, તેઓ એ જ પ્રચંડ છે જેમની પાર્ટીએ માઓવાદી ચળવળ દરમિયાન હિન્દુ રાજાનો ખૂબ વિરોધ કર્યો હતો. તેના પર અનેક મંદિરોને નષ્ટ કરવાનો પણ આરોપ હતો. પરંતુ હવે પ્રચંડ વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યા છે. મહાકાલ, પશુપતિનાથ ઉપરાંત તેઓ કૈલાશ માનસરોવરની યાત્રા પણ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, આની પાછળ પ્રચંડનો ઈરાદો પોતાની કટ્ટર હિંદુ તરીકેની પોતાની ઈમેજ બનાવવાનો છે.
નેપાળી રાજકીય વિશ્લેષકોના મતે પ્રચંડ આ મામલામાં ભારતીય પીએમ નરેન્દ્ર મોદીને ફોલો કરતા નજર આવી રહ્યા છે. તેઓ પોતાની હિંદુ છબીથી નેપાળના બહુમતી હિંદુ મતોને ટાર્ગેટ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ આ કરીને મોદી અને ભાજપ સરકારને બતાવવા માંગે છે કે તેઓ ભારતની સાથે છે. તેના બદલામાં તેમને ભારત તરફથી પણ લાભ મળશે. માઓવાદી હિંસામાં 17 હજાર લોકો માર્યા ગયા હતા. પ્રચંડ અને તેના ગેરિલા સાથીઓ પર હવે માનવાધિકાર ઉલ્લંઘનની તપાસ ચાલી રહી છે. જો દોષી સાબિત થશે તો પ્રચંડ અને તેના સહયોગીઓને સજા પણ થઈ શકે છે. આ સજાથી બચવા માટે ભારત સંયુક્ત રાષ્ટ્રમાં તેમની મદદ કરી શકે છે. આ જ કારણ છે કે, તેઓ ભારત સાથે સંબંધો સુધારી રહ્યા છે અને પોતાની છબી પણ એક હિંદુ નેતા તરીકેની બનાવી રહ્યા છે.