કોટેસ્મોર સ્કૂલમાં આ પ્રિન્સિપલને કાર્યરત કરવામાં આવશે, 1894માં ઇસ્ટ સસેક્સના હોવમાં તેની સ્થાપના કરવામાં આવી હતી
લંડન
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપર્સ સાથે મળીને સ્કુલમાં એઆઈ પ્રિન્સિપલની શરૂઆત કરવામાં આવી છે. તેનું નામ એબીગેલ બેઈલી રાખવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે શું તે સામાન્ય પ્રિન્સીપલની જેમ કાર્ય કરશે કે કેમ. બ્રિટેનના સૌથી જુના બોર્ડિંગ સ્કુલમાં જેની ગણતરી કરવામાં આવે છે તે કોટેસ્મોર સ્કૂલમાં આ પ્રિન્સિપલને કાર્યરત કરવામાં આવશે. 1894માં ઇસ્ટ સસેક્સના હોવમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. અહી 4 થી 13 વર્ષ સુધીના બાળકોને શિક્ષા આપવામાં આવે છે.
યુકેની એક બોર્ડિંગ સ્કૂલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ડેવલપરના સહયોગથી વિશ્વના પ્રથમ એઆઈ પ્રિન્સિપલને લૉન્ચ કર્યા છે. તેનું નામ એબીગેઈલ બેઈલી રાખવામાં આવ્યું છે. જે સ્કૂલના પ્રિન્સિપલ તરીકે અનેક કાર્યોની જવાબદારી સંભાળશે. આ ઉપરાંત તે ટીચર્સ અને સ્ટુડન્ટને પણ મદદ કરશે. ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, એઆઈ ચેટબોટને બ્રિટનની કોટેસ્મોર સ્કૂલમાં પ્રિન્સિપલના રૂપમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આનાથી બાળકોને ઘણા વિષયો સરળ રીતે સમજવામાં મદદ મળશે. સ્કૂલનું કહેવું છે કે એઆઈ પ્રિન્સિપલના કારણે સ્કૂલના સંચાલનની કામગીરી સરળ બનશે.
સ્કૂલની કહેવાનું છે કે અમારી પાસે હાલ શિક્ષકોનો ઘણો સ્ટાફ છે. પરંતુ હવે સ્કૂલને કોઈને ફોન કરવામાં કે કોઈ પાસેથી જવાબ મેળવવા માટે રાહ જોવાની જરૂર નથી. એઆઈ પ્રિન્સીપલ દ્વારા આ કામ કરવામાં આવશે.
ખાનગી બોર્ડિંગ સ્કૂલે ચેટબોટ બનાવવા માટે એઆઈ ડેવલપર સાથે મળીને કામ કર્યું. શાળામાં અભ્યાસ કરતા બાળકોને એઆઈની પર્સનલ ઍક્સેસ હશે. આ ચેટજીપીટી જેવા જ વર્કિંગ મોડલ સાથે એબીગેઇલ બેઈલી વપરાશકર્તાઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો જનરેટ કરશે.