અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા રેડિયો પ્રોફેશનલ્સ માટે  પિકલબોલ સ્મેશ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું

·        24 ખેલાડીઓ શહેરનાં વિવિધ રેડિયો સ્ટેશન રેડિયો સિટી, ફિવર એફએમ, મિર્ચી અને માય એફએમનું પ્રતિનિધિત્ત્વ કરતા સ્પર્ધામાં સામેલ થયા હતા ·        મિર્ચીના આરજે હર્ષ અને તેના જોડીદાર આદિત્ય ભટ્ટ ટૂર્નામેન્ટમાં વિજેતા બન્યા હતા. તેમના સાથી પ્રણવ પુજારા  અને હેત શાહે બીજું સ્થાન મેળવ્યું  ·        આ ફ્રેન્ડલી ટૂર્નામેન્ટ અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમી, પાલડી ખાતે યોજાઈ હતી  અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા હાલમાં રેડિયો પ્રોફેશનલ્સ માટે સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે શહેરનાં રેડિયો પ્રોફેશનલ્સ માટે પિકલબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. “અમદાવાદ રેડિયો પિકલબોલ સ્મેશ” નામની આ સ્પર્ધાએ શહેરના તમામ રેડિયો સ્ટેશન જેમકે- રેડિયો સિટી, ફિવર એફએમ,મિર્ચી અને માયએફએમ ને સ્પર્ધાત્મક ઉપરાંત મૈત્રીપૂર્ણ વાતાવરણમાં એકજૂટ કરવામાં સફળ રહી હતી. આ ટૂર્નામેન્ટ ડબલ્સ ફોર્મેટમાં રમાઈ હતી અને તેમાં 24 ખેલાડીઓએ પરિવારજનો સાથે ભાગ લીધો હતો. તમામ લોકો રમતની મજા માણે તે માટે ખેલાડીઓ અને તેમના પરિવારજનોને પિકલબોલની રમતના નિયમોની માહિતી આપતા સેશનનું આયોજન કરાયું હતું. આ ટૂર્નામેન્ટમાં 3 ગ્રૂપમાં યોજાઈ હતી, જે દરેકમાં 4 ટીમો સામેલ હતી. આરજે હર્ષ (મિર્ચી), આરજે હર્ષિલ અને આરજે સૌરભ (રેડિયો સિટી) તથા રેડિયો સિટીના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ પટેલ તથા માયએફએમનાં આરજે તુષાર સહિતના જાણીતા સ્પર્ધકો એ તેમાં ભાગ લીધો હતો. મિર્ચી ટીમે સ્પર્ધામાં બાજી મારતા ટોચના 2 સ્થાન પર કબ્જો કર્યો હતો. આરજે હર્ષ અને તેના સાથી આદિત્ય ભટ્ટ વિજેતા બન્યા હતા, જ્યારે પ્રણવ પુજારા અને હેત શાહ બીજા ક્રમે રહ્યાં હતા. અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર  સંજય અદેસરાએ કહ્યું કે,”આ ઈવેન્ટ એ માત્ર પિકલબોલની વાત નથી. આ ઈવેન્ટ એ મીડિયા પ્રોફેશનલ્સ સાથે સંબંધો મજબૂત કરવા સ્વાસ્થ્ય માટે જાગૃકતા અને એકબીજા સાથે જોડાણ માટેનો ભાગ હતો. “

કોચ માઈકલ ક્લિન્ગર અને પ્રવીણ તામ્બે એ અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી

અમદાવાદ  ગુજરાત જાયન્ટ્સના હેડ કોચ માઈકલ ક્લિન્ગર અને બોલિંગ કોચ પ્રવીણ તામ્બે એ શાંતિગ્રામ ખાતે અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી. આ એકેડમી ખાતે કોચની પ્રથમ મુલાકાત હતી, તેમણે અહીં અમુક કલાક ખેલાડીઓને પ્રેક્ટિસ કરતા જોયા અને તેમની સાથે અમુક ચર્ચા પણ કરી હતી. હાલ એકેડમી ખાતે 6 થી 21 વર્ષની વયના 100 જેટલા ખેલાડીઓ અદાણી એકેડમી ખાતે ટ્રેનિંગ હાંસલ કરી…

અદાણી સ્પોર્ટ્સલાઈન અને ગુજરાત સ્ટેટ પિકલબોલ  એસોસિએશન દ્વારા પિકલબોલ ગ્રાન્ડ સ્લેમનું આયોજન 

અમદાવાદ પિકલબોલનો ફિવર આખા અમદાવાદમાં છવાયેલો જોવા મળે છે. આ રમત અંગેના ઉત્સાહને નવા સ્તરે પહોંચાડવા માટે પિકલબોલ ગ્રાન્ડ સ્લેમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરનાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે 14 થી 16 જૂન દરમિયાન આ ટૂર્નામેન્ટનું અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા ગુજરાત સ્ટેટ પિકલબોલ એસોસિએશન સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે. અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક એ પિકલબોલનાં ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ સ્થળ બની ગયું છે. આ આઈકોનિક સ્થળે જ વર્લ્ડ પિકલબોલ ટૂર્નામેન્ટ ઓક્ટોબરમાં યોજાશે. પિકલબોલ ગ્રાન્ડ સ્લેમ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં ભવ્ય અંદાજમાં શરૂ થયા બાદ એલિમિનેટર રાઉન્ડ અને પછી સેમિફાઈનલ-ફાઈનલ સાથે પૂર્ણ થશે. આ ટૂર્નામેન્ટની કૂલ પ્રાઈઝમની 45 હજાર રૂપિયા છે. જ્યારે આ ગ્રાન્ડ સ્લેમમાં પુરુષ ડબલ્સ, મિક્સ્ડ ઓપન ડબલ્સ અને ઈન્ટરમિડિયેટ ઓપન ડબલ્સ. રસ ધરાવતા સ્પર્ધકો ભાગ લેવા માટે +91 9924257820 પર કોલ કરી અથવા enquiry@adanisportsline.com. પર ઈમેલ કરી 1500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી સાથે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. 12 જૂન આ માટે અંતિમ તારીખ છે. ટૂર્નામેન્ટનો કાર્યક્રમ અદાણી સ્પોર્ટ્સલાઈનનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જાહેર કરાશે. અદાણી સ્પોર્ટ્સલાઈનનાં સીબીઓ સંજય અદેસરાએ આ ઈવેન્ટ મુદ્દે કહ્યું કે,”પિકલબોલ એ એક્શનથી ભરપૂર રહે છે, આ ઝડપી ગતિની રમત અમદાવાદમાં તમામ લોકોમાં છવાઈ ગઈ છે. પિકલબોલ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ એ માત્ર ટૂર્નામેન્ટ નથી પરંતુ ઉત્સાહને એક ચળવળમાં આગળ વધારવાની તક છે. અદાણી સ્પોર્ટ્સલાઈનનાં ગુજરાત પિકલબોલ એસોસિએશન સાથે જોડાવવાનો આનંદ છે, અમે આવનારા સમયમાં ઘણી શાનદાર સ્પર્ધાઓ જોવા તત્પર છીએ. શ્રેષ્ઠ ટીમ જ જીતશે.” અમદાવાદમાં યોજાનાર પિકલબોલ ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લેવાની અને તેને નિહાળવાની તક ચૂકશો નહીં. તમે પણ અમદાવાદની સતત વધી રહેલ પિકલબોલ કોમ્યુનિટીનો ભાગ બનો.