ઇશાન હિંગોરાણીએ કેલિફોર્નિયામાં બેવડી સિદ્ધિ નોંધાવી

ગાંધીધામ કેલિફોર્નિયાની મિલપિટાસના ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલી આઇસીસી જુલા ફોલ ટેબલ ટેનિસ ઓપન 2024 ટુર્નામેન્ટમાં કચ્છના ઇશાન હિંગોરાણીએ બે ટાઇટલ જીત્યા હતા. આ ઇવેન્ટ 24 અને 25મી ઓગસ્ટે યોજાઈ હતી.ઇશાન હિંગોરાણીએ U-2500 અને U-2650 કેટેગરીમાં ટાઇટલ જીત્યા હતા. U-250ની ફાઇનલમાં ઇશાન (2498)એ જાપાનના સુચિયા ટકાટોને 3-0 (11-5,11-9,11-5)થી સીધા સેટમાં હરાવ્યો હતો. જ્યારે U-2650 કેટેગરીમાં…

સ્થાનિક ખેલાડી આયુષે U-17નો ખિતાબ જીત્યો; અંશે બેવડો ખિતાબ જીત્યો

સુરત સુરતના ઉભરતા ખેલાડી અને ચોથા ક્રમાંકિત આયુષ તન્નાએ તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ 7મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં બોયઝ અન્ડર-17 ટાઈટલ પર કબજો કરવા માટે ટોચના ક્રમાંકિત ધ્યેય જાની સામે 3-1થી પરાક્રમી વિજય મેળવ્યા બાદ ઘરના દર્શકોને ખૂબ ખુશ કરી દીધાં હતા. આ ટુર્નામેન્ટ નું આયોજન સુરત જિલ્લાના ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા…

ધૈર્ય મેન્સ અને રાધાપ્રિય વિમેન્સ સિંગલ્સમાં ચેમ્પિયન, મૌબોનીએ બે ટાઈટલ જીત્યા

ગાંધીધામ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (KDTTA) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ યોજાયેલી ઈન્ડિયનઓઈલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023 માં મેન્સ સિંગલ્સમાં અમદાવાદના ધૈર્ય પરમારે સપાટો બોલાવ્યો હતો. ગાંધીધામમાં હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આવેલા સ્વ. એમપી મિત્રા ઈન્ડોર સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં છઠ્ઠા ક્રમાંકિત ધૈર્યએ ચોથા ક્રમાંકિત બુરહાનુદ્દિન…