ગાંધીધામ
કેલિફોર્નિયાની મિલપિટાસના ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલી આઇસીસી જુલા ફોલ ટેબલ ટેનિસ ઓપન 2024 ટુર્નામેન્ટમાં કચ્છના ઇશાન હિંગોરાણીએ બે ટાઇટલ જીત્યા હતા. આ ઇવેન્ટ 24 અને 25મી ઓગસ્ટે યોજાઈ હતી.
ઇશાન હિંગોરાણીએ U-2500 અને U-2650 કેટેગરીમાં ટાઇટલ જીત્યા હતા. U-250ની ફાઇનલમાં ઇશાન (2498)એ જાપાનના સુચિયા ટકાટોને 3-0 (11-5,11-9,11-5)થી સીધા સેટમાં હરાવ્યો હતો. જ્યારે U-2650 કેટેગરીમાં તેણે ભારતના ભૂતપૂર્વ યૂશ નેશનલ ચેમ્પિયન પૂઇયા લાલરિનને પાંચ ગેમની નિર્ણાયક ગેમમાં 3-2 (11-2, 8-11, 11-6, 9-11, 13-11)થી હરાવ્યો હતો. અગાઉ આ જ કેટેગરીની સેમિફાઇનલમાં ઇશાને અમેરિકાના વેદ શેઠ (2575)ને 3-1 (11-9,11-4,8-11,11-5)થી હરાવ્યો હતો.
ગુજરાતમાં યોજાયેલી 36મી નેશનલ ગેમ્સમાં ઇશાન હિગોરાણીએ મેન્સ ટીમ માટે ગોલ્ડ અને મેન્સ ડબલ્સમા માનુષ શાહ સાથે મળીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પરિણામોઃ
U-2650: ક્વાર્ટર ફાઇનલમાં સુચિયા ટકાટોને 3-1 (10-12, 11-7, 11-6, 11-4)થી અને સેમિફાઇનલમાં વેદ શેઠને 3-1 (11-9,11-4,8-11,11-5)થી હરાવ્યો.
U-2500: ક્વાર્ટર ફાઇનલમાં ઓકામોટો ક્ષુરિના (જાપાન)ને 3-0 (11-6, 11-6, 11-7)થી અને સેમિફાઇનલમાં ભારતના પૂઇયા લાલરિનને 3-0 (11-5, 11-5, 11-6)થી હરાવ્યો.