49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023માં ગોવાની IM ભક્તિ કુલકર્ણી ચેમ્પિયનશિપ ટાઇટલ જીતવાની નજીક
49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023 રાજપથ ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાઈ છે જેમાં ગોવાની IM ભક્તિ કુલકર્ણી અને PSPBની IM પદ્મિની રાઉટ વચ્ચે ટૂર્નામેન્ટનો 9મો રાઉન્ડ પૂરો થયા બાદ ડ્રો સાથે સમાપ્ત થયો. આ સાથે ભક્તિ 7.5 pt સાથે ટેબલમાં ટોચ પર રહી. 10મા રાઉન્ડમાં ભક્તિ RSPBની WIM મહાલક્ષ્મી એમ સામે લડશે. તમિલનાડુની WGM…
