દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યા 5 વર્ષમાં 33.16 લાખથી ઉછળીને 1.61 કરોડ થઈ

જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 MT થી વધીને 133.03 MT થયો એપ્રિલ  દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી ગઈ છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 73.64 મિલિયન ટનના (MT) આંકથી…

ગુજરાતનો વીજ પુરવઠો વર્ષ 2020 અને 2024 વચ્ચે 28% વધ્યો

ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના: રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે કારણ કે રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28% વધીને નાણાકીય વર્ષ 2024માં 1,45,740 મિલિયન યુનિટ થયો છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2025ના પ્રથમ નવ મહિનામાં રાજ્યનો વીજ પુરવઠો…

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું

નવી દિલ્હી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજે પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી છે. વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારવાની સાથે-સાથે નથવાણીના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી. આ પ્રસંગે, નથવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને ‘પ્રોજેક્ટ લાયન અને Lion@2047: અમૃતકાળની પરિકલ્પના’ના આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત…