69 મી અખિલ ભારતીય શાળાકીય વોલીબોલની રમતમાં હીરામણિ સ્કૂલની અન્ડર-14  (બહેનો)ની ટીમ રનર્સ અપ

અમદાવાદ 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની અન્ડર-14, 17, 19 પશ્ચિમ દસક્રોઈ તાલુકાની ભાઈઓ – બહેનોની વોલીબોલ સ્પર્ધાનું આયોજન દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આ સ્પર્ધામાં હીરામણિ અંગ્રેજી માધ્યમની અન્ડર- 14 (બહેનો)ની વોલીબોલ ટીમ રનર્સ અપ બની હતી.  આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી…

ઈન્ટર ડિસ્ટ્રીક્ટ અંડર-23 મલ્ટિડેમાં સીબીસીએ ચેમ્પિયન, ગાંધીનગર રનર્સઅપ

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-બી ગ્રાઉન્ડ પર રમાયેલી રિલાયન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અંડર-23 મલ્ટિડેઝ ટુર્નામેન્ટ અમદાવાદ (સીબીસીએ)એ ગાંધીનગરને હરાવીને સ્પર્ધા જીતી હતી. અમદાવાદની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી પહેલી ઈનિંગ્સમાં 411 રન બનાવ્યા જેના જવાબમાં ગાંધીનગરની ટીમે 267 રન બનાવતા મેચ ડ્રો થઈ હતી અને અમદાવાદની ટીમ ચેમ્પિયન બની હતી. ટૂંકો સ્કોર — અમદાવાદ (પહેલી ઇનિંગ)…