ઈન્ટર ડિસ્ટ્રીક્ટ અંડર-23 મલ્ટિડેમાં સીબીસીએ ચેમ્પિયન, ગાંધીનગર રનર્સઅપ

Spread the love

અમદાવાદ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-બી ગ્રાઉન્ડ પર રમાયેલી રિલાયન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અંડર-23 મલ્ટિડેઝ ટુર્નામેન્ટ અમદાવાદ (સીબીસીએ)એ ગાંધીનગરને હરાવીને સ્પર્ધા જીતી હતી.

અમદાવાદની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી પહેલી ઈનિંગ્સમાં 411 રન બનાવ્યા જેના જવાબમાં ગાંધીનગરની ટીમે 267 રન બનાવતા મેચ ડ્રો થઈ હતી અને અમદાવાદની ટીમ ચેમ્પિયન બની હતી.

ટૂંકો સ્કોર

— અમદાવાદ (પહેલી ઇનિંગ) – 11૦.1 ઓવરમાં 411 રન ઓલઆઉટ

(આદિત્ય રાવલ 18૦ બોલમાં 16 ચોગ્ગા, ૩ છગ્ગા સાથે 14૩ રન, નિશિત ગોહિલ 11૩ બોલમાં 11 ચોગ્ગા, 2 છગ્ગા સાથે 82 રન , કિમિતે 12 ઓવરમાં 52 રનમાં ૩ વિકેટ)

— ગાંધીનગર (પહેલી ઇનિંગ) – 114.1 ઓવરમાં 267 રન ઓલઆઉટ.

(ક્રિશ પટેલ 118 બોલમાં 1૦ ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 74 રન, પ્રાણશુ બધેકા ૩1 ઓવરમાં 55 રન આપીને 4 વિકેટ, કુશન પટેલ ૩8.1 ઓવરમાં 74 રન આપીને ૩ વિકેટ.

પરિણામ :- મેચ ડ્રો (સીબીસી અમદાવાદે પ્રથમ ઇનિંગની લીડ લીધી)

ચેમ્પિયન :- અમદાવાદ ટીમ.

રનર્સ અપ:- ગાંધીનગર ટીમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *