વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી

વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ સુવિધાઓને નિહાળી. અહીં પુનર્વસન કરી રહેલા વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ સાથે તેમણે નિકટતાથી સંવેદ કેળવ્યો. વડાપ્રધાને વનતારાની વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી અને એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ સહિતની સુવિધાઓથી સજ્જ પશુ ચિકિત્સા પ્રણાલી નિહાળી. આ હોસ્પિટલમાં વાઈલ્ડલાઈફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, ડેન્ટિસ્ટ્રી, ઈન્ટરનલ મેડિસિન વગેરે…

અનંત અંબાણીના વનતારાએ પ્રાણી કલ્યાણમાં સર્વોત્તમ કામગીરી બદલ જીત્યો પ્રતિષ્ઠિત નેશનલ ‘પ્રાણી મિત્ર’ એવોર્ડ

જામનગર (ગુજરાત) અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત ‘પ્રાણી મિત્ર’ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. આ એવોર્ડ ‘કોર્પોરેટ’ કેટેગરી હેઠળ ભારત સરકાર દ્વારા પ્રાણી કલ્યાણ ક્ષેત્રે એનાયત કરાતું સર્વોચ્ચ સન્માન છે. હાથીઓના રેસ્ક્યુ, ઉપચાર અને આજીવન કાળજી રાખવાની સમર્પિત કામગીરી કરી રહેલા વનતારાની સંસ્થા, રાધેક્રિશ્ન ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટના અસાધારણ યોગદાનની આ એવોર્ડ દ્વારા કદર કરવામાં આવી છે. આ સન્માનને મુખ્ય હકદાર વનતારાનું અત્યાધુનિક…

વનતારા શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા 20 હાથીઓને બંધન મુક્ત વાતાવરણ પૂરું પાડશે

હાથીના ભૂતપૂર્વ માલિકો અને મહાવતો વનતારામાં રોજગારની તકો દ્વારા નવી આજીવિકા અપનાવશે જામનગર દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ – 10 નર, 8 માદા, 1 અલ્પ-પુખ્ત અને એક બાળ હાથીને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આ બચાવ કામગીરી ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી…