બે લોકો ગંભીર રીતે ઘાયલ, બાગેશ્વર જિલ્લાના સમાથી હોકરા તરફ જઈ રહેલી બોલેરો કાર અકસ્માતનો ભોગ બની
પિથોરાગઢ
ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બોલેરો 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી જેમા નવ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ ગઈ છે.
આ ઘટના અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બાગેશ્વર જિલ્લાના સમાથી હોકરા તરફ જઈ રહેલી બોલેરો કાર અકસ્માતનો ભોગ બની હતી અને 500 મીટર ઉંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ છે.