આ ડિનર સંપૂર્ણ પણે શાકાહારી, પીએમ મોદી બાજરા જેવા ધાન્ય પર ભાર મુકી રહ્યા હોવાથી બાજરીની વાનગીઓને મેન્યુમાં સામેલ કરવામાં આવી
વોશિંગ્ટન
અમેરિકાની મુલાકાતે ગયેલા પીએમ મોદીનુ વ્હાઈટ હાઉસમાં બુધવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડને પીએમ મોદી માટે એક ડિનરનુ આયોજન કર્યુ હતુ. જેનુ મેન્યુ પણ સામે આવ્યુ છે. આ ડિનર તૈયાર કરવામાં વ્હાઈટ હાઉસના શેફને જિલ બાઈડને મદદ કરી હતી.
ડિનરમાં નીચે પ્રમાણે વાનગીઓ પીરસવામાં આવી હતી.
લેમન ડિલ યોગર્ટ સોસ
ક્રિસ્પ્ડ મિલેટ કેક
સમર સ્કવોશ
મેરિનેટેડ મિલેટ
ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ
કોમ્પ્રેસ્ડ વોટરમેલન
ટેંગી એવેકાડો સોસ
સ્ટ્ફ્ટ પોર્ટબેલ્લો મશરુમ
ક્રિમી સેફરોન ઈન્ફ્યુસ્ડ રિસોટો
રોઝ એન્ડ કાર્ડેમમ ઈન્ફ્યુસ્ડ સ્ટ્રોબેરી શોર્ટ કેક
આ ડિનર સંપૂર્ણ પણે શાકાહારી હતુ. પીએમ મોદી બાજરા જેવા ધાન્ય પર ભાર મુકી રહ્યા હોવાથી બાજરીમાંથી બનેલી વાનગીઓને મેન્યુમાં સામેલ કરવામાં આવી હતી.
આ ડિનર માટે ગેસ્ટ શેફ નીના કર્ટિસને બોલાવવામાં આવ્યા હતા. ખુદ ફર્સ્ટ લેડી ડિનર માટે શેફને મદદ કરતા જોવ મળ્યા હતા. સાથે સાથે વ્હાઈટ હાઉસના શેફ ક્રિસ કોમર ફોર્ડ અને વ્હાઈટ હાઉસના કાર્યકારી પેસ્ટ્રી શેફ સુસી મોરિસને આ મેન્યુ તૈયાર કરવામાં સહાયતા કરી હતી.
ડિનર બાદ પીએમ મોદી તેમજ જો બાઈડન તથા જિલ બાઈડને ગ્રેમી એવોર્ડ વિનર જોશુઆ બેલ તેમજ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના એક ગ્રુપ દ્વારા ભારતીય સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ડાઈનિંગ સ્થળને તિરંગાની થીમ પર સજાવવામાં આવ્યુ હતુ. ગેસ્ટ શેફ નીના કર્ટિસે પણ ડિનર પહેલા કહ્યુ હતુ કે, હું પીએમ મોદીની યાત્રા માટે ઉત્સુક છું. પીએમ મોદીએ મિલેટ યર મનાવવાની જાહેરાત કરી છે ત્યારે ડિનરમાં તેમના માટે બાજરીની વાનગી રાખવામાં આવી છે.