શેન વોર્નનું મૃત્યુ કોવિડ-19 રસીને લીધે થયું હોઈ શકે છે

Spread the love

ડોક્ટરોએ આ દાવો શેન વોર્નના મૃત્યુના એક વર્ષ બાદ કર્યો


સિડની
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નના મૃત્યુને લઈને એક મોટો ખુલાસો કરતા દાવો કરવામાં આવ્યો છે જેમા કહેવામાં આવી રહ્યું છે કે શેન વોર્નનું મૃત્યુનું કારણ કોવિડ-19 રસી હોઈ શકે છે. ડોક્ટરોએ આ દાવો શેન વોર્નના મૃત્યુના એક વર્ષ બાદ કર્યો છે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્ન જ્યારે રજા ગાળવા માટે થાઈલેન્ડ ગયો હતો ત્યારે અચાનક જ હાર્ટ એટેક આવતા તેનું મોત થયુ હતું. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજની અચાનક વિદાયથી ક્રિકેટ જગતમાં શોક છવાયો હતો. હવે તેના મૃત્યુના એક વર્ષ બાદ ડોક્ટરોએ મોટો ખુલાસો કરતા દવો કર્યો છે કે તેમના મૃત્યુનું કારણ કોવિડ-19 રસી હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વોર્ને જે રસી લીધી હતી તેના બે ડોઝથી હૃદય સંબંધિત બીમારીઓ વધી શકે છે. આ સ્થિતિમાં આ રસી તેમના મૃત્યુનું કારણ બની શકે છે.
એક વિશ્વનિય સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વોર્ને તેમના મૃત્યુના 9 મહિના પહેલા એમઆરએનએ રસીનો ડોઝ લીધો હતો. આ રસીથી હૃદય સંબંધિત રોગોમાં વધારો થાય છે. આ કારણે એક ઓસ્ટ્રેલિયન ડૉક્ટર અને ભારતીય મૂળના બ્રિટિશ કાર્ડિયોલોજિસ્ટનું માનવું છે કે વોર્નના મૃત્યુનું કારણ કોરોના રસી હોઈ શકે છે. કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અસીમ મલ્હોત્રા અને ડૉ. ક્રિસ નીલે જણાવ્યું હતું કે કોવિડ mRNA રસી કોરોનરી રોગને ઝડપથી ફેલાવાનું કારણ બની શકે છે. ખાસ કરીને એવા લોકોમાં જેમને પહેલાથી જ કોઈ હૃદયને લગતી બીમારી હોય.
એક રિપોર્ટ અનુસાર ડૉ. મલ્હોત્રાએ કહ્યું પૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડી શેન વૉર્નને 52 વર્ષની ઉંમરે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. જોકે બધા જાણે છે કે વોર્નની જીવનશૈલી બહુ સ્વસ્થ ન હતી. તે ધૂમ્રપાન કરતો હતો અને તેનું વજન પણ વધારે હતું. મારા પિતાનું પણ ફાઈઝર રસીના બે ડોઝ લીધા બાદ અવસાન થયું હતું. રસી લીધા બાદ તેમની હૃદય રોગની બીમારી ઝડપથી વધી ગઈ હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *