ગાઝા પર કરવામાં આવી રહેલા હુમલાને તાત્કાલિક બંધ કરી દેવાની તુર્કીની ઈઝરાયેલને અપીલ
નવી દિલ્હી
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઈઝરાયેલ-હમાસના ચાલુ યુદ્ધ અંગે મોટું નિવેદન આપ્યુ છે. એર્દોગને આજે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીને પગલપન ગણાવ્યું છે. આ સાથે જ તેમણે ગાઝા પર કરવામાં આવી રહેલા હુમલાને તાત્કાલિક બંધ કરી દેવાની અપીલ કરી છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલુ થયેલા યુદ્ધને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. હાલમાં ઈઝરાયેલી સેનાએ પેલેસ્ટાઈન ક્ષેત્રો પર હુમલા વધારી દીધા છે.
તુર્કીના રાષ્ટ્રપતિએ એક્સર કહ્યું કે, ગાઝા પર ઈઝરાયેલી બોમ્બમારો કાલ રાત્રેથી તેજ થઈ ગયો છે. ફરી એક વખત મહિલાઓ, બાળકો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલે ચાલી રહેલા માનવીય સંકટને વધુ ખરાબ કરી નાખ્યો છે. એર્દોગને પોતાની પોસ્ટમાં કહ્યું કે, ઈઝરાયેલે તાત્કાલિક આ પાગલપનને રોકવલું જોઈએ અને પોતાના હુમલા સમાપ્ત કરવા જોઈએ.