મુકેશ અંબાણી પાસે 400 કરોડની ખંડણીની માગણી

Spread the love

ખંડણી માંગનારે લખ્યું છે કે હવે અમે અમારી માંગ વધારીને 400 કરોડ કરી છે અને જો પોલીસ મને ન શોધી શકે તો તે મારી ધરપકડ પણ કરી શક્શે નહીં

મુંબઈ

દેશના ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, ધમકી આપનારે પહેલા બે વખતમાં 20 કરોડ અને ત્યારબાદ 200 કરોડ રુપિયાની ખંડણી માગી હતી ત્યારે હવે તેણે 400 કરોડ રુપિયાની ખંડણી માગી છે.

મુકેશ અંબાણીને આ પહેલા શનિવારે ઈમેલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 20 કરોડ રુપિયા માંગ્યા હતા. આ ઉપરાંત બીજા દિવસે એ જ ઈમેલ દ્વારા ફરીવાર ધમકી આપીને રુપિયા 200 કરોડની ખંડણી માગી હતી, ત્યારે હવે ધમકી આપનાર વ્યક્તિએ અંબાણી પાસેથી 400 કરોડ રુપિયાની ખંડણી માગી છે. ઉલ્લેખનીય છે કે અઠવાડિયામાં આ ત્રીજી વખત મુકેશ અંબાણીને  ધમકી આપી છે. છેલ્લા ઈમેલમાં ખંડણી માંગનાર વ્યક્તિએ લખ્યું છે કે હવે અમે અમારી માંગ વધારીને 400 કરોડ કરી દીધી છે અને જો પોલીસ મને ન શોધી શકે તો તે મારી ધરપકડ પણ કરી શક્શે નહીં. હાલ મહારાષ્ટ્રની સાયબર ક્રાઈમ સેલ અને ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં આ મેઈલ બેલ્જિયમથી આવ્યો હોવાનું સામે આવ્યું છે. 

આ અગાઉ ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણીની કંપનીના ઈમેલ આઈડી પર મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે  ‘ઈફ યુ ડોન્ટ ગીવ અસ 20 કરોડ રુપિસ, વિ વિલ કિલ યુ, વિ હેવ ધ બેસ્ટ શૂટર્સ ઈન ઈન્ડિયા’. એટલે કે જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને જાનથી મારી નાખીશું. અમારી પાસે ભારતમાં બેસ્ટ શૂટર્સ છે. આ ઈમેલ મળ્યાં બાદ મુકેશ અંબાણીના સિક્યોરિટી ઈન્ચાર્જની ફરિયાદ પર મુંબઈની ગામદેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો હતો. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *