52 દિવસ બાદ મેડિકલ ગ્રાઉન્ડ પર આ જામીન મળ્યા છે
નવી દિલ્હી
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની 9 સપ્ટેમ્બરના રોજ સીઆઈડીએ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી હતી. જે કલમો હેઠળ એન. ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે તેમાં તેમને જામીન મળવા મુશ્કેલ હતા.
મળતી માહિતી પ્રમાણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટે 31 ઓક્ટોબર 2023 રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપીને રાહત આપી હતી. તેને 52 દિવસ બાદ મેડિકલ ગ્રાઉન્ડ પર આ જામીન મળ્યા છે. સ્કીલ ડેવલપમેન્ટ કેસમાં રાજ્ય પોલીસે તેમની ધરપકડ કરી હતી.
આ એક એવી યોજના છે જેમાં યુવાનોને હૈદરાબાદ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે ઉદ્યોગોમાં કામ કરવા માટે જરૂરી કૌશલ્ય તાલીમ આપવા માંગતી હતી. આ માટે ખાનગી કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે,આ યોજના હેઠળ છ ક્લસ્ટર બનાવવામાં આવ્યા હતા અને તેના પર કુલ 3300 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. જેમાં દરેક ક્લસ્ટર પાછળ 560 કરોડ રૂપિયા ખર્ચવાના હતા. જેમાં રાજ્ય સરકારે કુલ ખર્ચના 10 ટકા એટલે કે કુલ રૂ. 370 કરોડ ખર્ચ કરવાનો હતો. કહેવામાં આવ્યું હતું કે આ પૈસા શેલ કંપનીઓને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આ આરોપોના આધારે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ પૈસાની હેરાફેરીમાં પૂર્વ મુખ્યમંત્રી પણ સામેલ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, શેલ કંપનીઓ બનાવીને તેમને નાણાં ટ્રાન્સફર કરવા સંબંધિત દસ્તાવેજોનો પણ નાશ કરી દેવામાં આવ્યો હતો.