મેસ્સીએ નોર્વેના યુઈએફએ પ્લેયર ઓફ ધ યર એરલિંગ હાલેન્ડ અને માન્ચેસ્ટર સિટીના ત્રણ વખતના વિજેતા ગેર્ડ મુલરને હરાવીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો
આર્જેન્ટિનાના કેપ્ટન અને ફૂટબોલ લેજેન્ડ લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થયો છે. મેસ્સીને આઠમી વખત બેલોન ડી’ઓર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ મેસ્સી બેલોન ડી’ઓર એવોર્ડ જીતનાર પ્રથમ એમએલએસ ખેલાડી બન્યો છે.
લિયોનેલ મેસ્સી પેરિસના થિયેટર ડુ ચેટલેટ ખાતે ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ બેલોન ડી’ઓર એવોર્ડ આઠમી વખત જીત્યો છે. મેસ્સીએ નોર્વેના યુઈએફએ પ્લેયર ઓફ ધ યર એરલિંગ હાલેન્ડ અને માન્ચેસ્ટર સિટીના ત્રણ વખતના વિજેતા ગેર્ડ મુલરને હરાવીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે. મેસ્સીએ ગયા વર્ષે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિનાને 36 વર્ષમાં તેનું પ્રથમ ફિફા વર્લ્ડ કપ ટાઇટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અગાઉ મેસ્સી 2009, 2010, 2011, 2012, 2015, 2019 અને 2021માં આ એવોર્ડ જીતી ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે બેલોન ડી’ઓર ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે, જે વ્યક્તિગત ખેલાડીને આપવામાં આવતું સન્માન છે. તે દર વર્ષે ફૂટબોલ ક્લબ અને રાષ્ટ્રીય ટીમના ખેલાડીને તેના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે આપવામાં આવે છે.