યુએઈના ક્રિકેટર મોહમ્મદ વસીમ વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે બીજા સ્થાને છે, તેણે અત્યાર સુધી 47 છગ્ગા ફટકાર્યા છે
નવી દિલ્હી
હાલ ભારતમાં વન-ડે વર્લ્ડ કપ 2023 રમાઈ રહી છે. ક્રિકેટનો આ મહાકુંભ તેની ચરમસીમાએ છે. બેટ્સમેનો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી રહ્યા છે અને મોટાભાગની મેચમાં સદી પણ ફટકારી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનું નામ છગ્ગા ફટકારવામાં ટોપ પર છે.રોહિતે અત્યાર સુધી 20 છગ્ગા ફટકાર્યા છે. આ સાથે જ તે વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે.
રોહિત વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે અત્યાર સુધી કુલ 56 છગ્ગા ફટકાર્યા છે. જેમાં વન-ડે વર્લ્ડ કપ 2023માં ફટકારેલા 20 છગ્ગા પણ સામેલ છે. વર્ષ 2023માં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની લીસ્ટમાં રોહિત ટોપ પર છે. રોહિત શર્માએ વર્ષ 2017માં પણ 46 છગ્ગા ફટકાર્યા હતા અને રનના મામલે તે ટોપ સ્કોરર હતો. વર્ષ 2017માં રોહિતે 1293 રન બનાવ્યા હતા. વર્ષ 2023માં રોહિતે અત્યાર સુધી 1056 રન બનાવ્યા છે. આ વર્ષે તે સૌથી વધુ રન બનવાનાર દુનિયાનો ત્રીજો બેટ્સમેન છે. આ લીસ્ટમાં શુભમન ગિલ 1334 રન સાથે ટોપ પર છે.
વર્ષ 2023માં યુએઈના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ વસીમ વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી 47 છગ્ગા ફટકાર્યા છે. સાઉથ આફ્રિકાનો બેટ્સમેન હેનરી ક્લાસેન 41 છગ્ગા સાથે આ લીસ્ટમાં ત્રીજા નંબરે છે. એબી ડી વિલિયર્સે વર્ષ 2015માં વનડે ક્રિકેટમાં 58 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત ડી વિલિયર્સના આ રેકોર્ડને તોડવાની ખુબ જ નજીક છે. આ ઉપરાંત રોહિત વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલની બરોબરી કરી લીધી છે. ગેલે વર્ષ 2019માં 56 છગ્ગા માર્યા હતા.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ વર્ષ 2002માં સૌથી વધુ 48 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માએ આફ્રિદીના આ રેકોર્ડને તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયા ક્રિકટટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર શેન વોટ્સને વર્ષ 2011માં 42 છગ્ગા ફટકાર્યા હતા. તેને 2011માં સૌથી વધુ 1139 રન પણ બનાવ્યા હતા.