AITA ટેનિસ મેન્સ સિંગલ્સમાં ધર્મિલ અને બાસ્કોવ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

Spread the love

ગુજરાતની શૈલી ઠક્કરે પોતાનું અભિયાન આગળ વધાર્યું

અમદાવાદ

એસ ટેનિસ એકેડેમી, પલોડિયા ખાતે રમાતી એક લાખ રૂપિયાની પ્રાઇઝ મનીવાળી એસ મોલકેમ આઇટા મેન્સ અને વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે કેટલાક રોમાંચક મુકાબલા રમાયા હતા. મેન્સ સિંગલ્સના મુખ્ય ડ્રોની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં તામિલનાડુના વીએમ રણજીથે મહારાષ્ટ્રના અઝમીર શેખને ૬-૧, ૬-૨થી, એસ ટેનિસ એકેડમીના હેડ કોચ ડિમિટ્રી બાસ્કોવે કર્ણાટકના માનવ જૈનને પ્રથમ સેટમાં સંઘર્ષ કર્યા બાદ ૭-૬ (૩), ૬-૪થી પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અન્ય મુકાબલામાં ગુજરાતના ધર્મિલ શાહે મહારાષ્ટ્રના કશિત નાગરાલેને ૬-૪, ૬-૩થી, કર્ણાટકના નિશિથ નવીને ગુજરાતના કનિષ્ક જેટલીને ૬-૪, ૬-૨થી, મહારાષ્ટ્રના સંદેશ કુરાલેએ ગુજરાતના યુવા ખેલાડી વ્રજ ગોહિલને ૬-૨, ૭-૫થી તથા રાજસ્થાનના આયુષ શર્માએ ગુજરાતના ઓમ પટેલને ૬-૪, ૬-૪થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. ગર્લ્સ કેટેગરીમાં દિલ્હીની તેજસ્વીની ડાબાસે તામિલનાડુની આડીરાયને ૭-૬ (૭), ગુજરાતની શૈલી ઠક્કરે મહારાષ્ટ્રની અનાવિતા હરકારેને ૬-૨, ૬-૧થી હરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *