શુભમન ગિલ અને શ્રેયસ ઐયરનું નબળું ફોર્મ ભારત માટે ચિંતાજનક

Spread the love

ગિલે 4 મેચમાં 26ના એવરેજથી 104 રન બનાવ્યા, શ્રેયસે 6 મેચમાં 33.50ના એવરેજથી 134 રન બનાવ્યા

નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડ કપ2023માં તેની તમામ 6 મેચમાં જીત મેળવી છે. ભારતીય ટીમ હાલ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ આ 6 મેચ બાદ ભારતીય ટીમની બે નબળાઈઓ સામે આવી છે જે તેને નોક આઉટ રાઉન્ડમાં મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. આ બે કમજોરીઓનું નામ શુભમન ગિલ અને શ્રેયસ અય્યર છે. આ બંને ખેલાડીઓએ તેમની ક્ષમતા મુજબ પ્રદર્શન નથી કર્યું.

શુભમન ગિલના બેટથી વન-ડે વર્લ્ડ કપ 2023 પહેલા ખુબ રન નીકળી રહ્યા હતા. પરંતુ વન-ડે વર્લ્ડ કપ2023ની શરૂઆત થતા જ ગિલને ડેન્ગ્યૂ થઇ ગયો જેના કારણે તે પ્રથમ 2 મેચમાં રમી શક્યો નહી અને તેનું વજન પણ 6 કિલો ઘટી ગયું હતું. જો કે ગિલે ટીમમાં વાપસી કરી પરંતુ હજુ સુધી ગિલ તે લયમાં જોવા નથી મળ્યો જેના લીધે તે ઓળખાય છે. તેણે આ ટુર્નામેન્ટની 4 મેચમાં 26ના એવરેજથી 104 રન બનાવ્યા છે. તેણે એક ફિફ્ટી જરૂર ફટકારી છે પરંતુ તેને રન બનાવવામાં મુશ્કેલી થઇ રહી છે. સેમિફાઈનલ પહેલા ભારત 3 મેચ રમશે અને આ મેચોમાં બધાની નજર ગિલના પ્રદર્શન પર રહેવાની છે.

શ્રેયસ અય્યરનું ફોર્મ પણ ભારતીય ટીમ માટે એક સમસ્યા બની ગયું છે. તેણે 6 મેચમાં 33.50ના એવરેજથી 134 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા એન ન્યુઝીલેન્ડ સામે તે કઈ ખાસ કરી શક્યો ન હતો. આ ઉપરાંત વિરોધી ટીમ શોર્ટ બોલ સામે તેની નબળાઈનો ફાયદો પણ ઉઠાવી રહી છે. નોક આઉટ રાઉન્ડ પહેલા અય્યરનું ફોર્મ ટીમની નબળી કડી જણાય છે. હવે તેને પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર કરવાની પણ વાતો થવા લાગી છે. કારણ કે સૂર્યકુમારે રન બનાવ્યા છે અને ઇશાન કિશન જેવો ખેલાડી પણ બેંચ પર બેઠેલો છે જે મિડલ ઓર્ડરમાં રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય ટીમ તેની આ બે સમસ્યાઓનું કેવી રીતે અંત લાવશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *