આનંદ સાથે સંકળાયેલા ડઝનથી વધુ ઠેકાણે દરોડા, મંત્રાલય સંબંધિત સરકારી નોકરો અને અન્યો સામે એક ડઝનથી વધુ ઠેકાણે કાર્યવાહી
નવી દિલ્હી
દિલ્હી એક્સાઈઝ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે ઈડી પૂછપરછ કરવાની છે ત્યારે દિલ્હીમાં જ કેજરીવાલ સરકારમાં મંત્રીના ઘરે ઈડીની ટીમ દરોડા પાડવા પહોંચી ગઈ છે જેના લીધે કેજરીવાલ સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે.
અહેવાલ અનુસાર દિલ્હી સરકારમાં મંત્રી રાજકુમાર આનંદના સિવિલ લાયન્સ વિસ્તારમાં આવેલા નિવાસે ઈડી દરોડાની કાર્યવાહી કરી રહી છે. તેમની સાથે સંકળાયેલા ડઝનથી વધુ ઠેકાણે દરોડા પડાયા હતા.
ઈડીની ટીમ સવારથી તપાસ અભિયાન ચલાવી રહી છે. કુલ એક ડઝનથી વધુ ઠેકાણે દરોડાની કાર્યવાહી થઇ રહી હોવાની માહિતી મળી રહી છે. જોકે કયા કેસમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. રાજકુમાર આનંદ પાસે સામાજિક કલ્યાણ મંત્રાલય છે. તેમના ઘર અને તેમના મંત્રાલય સંબંધિત સરકારી નોકરો અને અન્યો સામે દિલ્હી એનસીઆરમાં એક ડઝનથી વધુ ઠેકાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.