મારા નામ પર કોઈ સ્ટેડિયમ નથી, મને પ્રચારની જરૂર નથીઃ મમતા

Spread the love

મમતા બેનર્જીએ કોઈનું નામ ન લીધું પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો

કોલકાતા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર દ્વારા અનેક સ્કીમો માટે ફંડ ન જારી કરવા મુદ્દે ફરી એક વખત પ્રહાર કર્યો છે. તેમણે ભવાનીપુરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, મને કોઈ પબ્લિસિટીની જરૂર નથી. મમતા બેનર્જીએ કહ્યું કે, મારા નામ પર કોઈ સ્ટેડિયમ કે રોડ નથી. મમતા બેનર્જીએ કોઈનું નામ ન લીધું પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ગરીબ લોકોને 100 દિવસનાકામ બાદ પણ પેમેન્ટ નથી મળી રહ્યું. સીએમએ કહ્યું કે, અમને મનરેગા માટે ફંડ નથી મળી રહ્યું. પીએમ આવાસ અને સડક યોજના માટે પણ કેન્દ્ર સરકાર તરફથી ફંડ અટકેલુ છે.  

દુર્ગા પૂજાના એક આયોજનમાં તેમણે કહ્યું કે, અમે સદ્ભાવ અને ધાર્મિક એકતાનો સંદેશ આપી રહ્યા છે. અમે વિભાજનકારી રાજનીતિ નથી કરતા. અહીં કોઈ સાથે પણ ધર્મના આધાર પર ભેદભાવ નથી થતો અને બધાને સાથે લઈને ચાલીએ છીએ. સમગ્ર વિશ્વ વૈશ્વિક ગ્રામ છે. હું મારી જન્મભૂમિને પ્રેમ કરું છું. એટલા માટે હું મોટા ભાગે મૌન રહું છું અને કોઈ પણ નેતા પર અંગત પ્રહાર નથી કરતી. તેમણે કહ્યું કે, આ ધરતી તો સંસ્કૃતિ, એકતા અને સદ્ભાવની છે. આ એ જ ધરતી છે જ્યાંથી આઝાદીનો સંઘર્ષ શરૂ થયો હતો. સીએમએ કહ્યું કે, દેશની આઝાદીના સંઘર્ષમાં બંગાળી અને સીખ સમુદાયે પોતાનું સર્વશ્રેષ્ઠ બલિદાન આપ્યુ હતું. 

લોકસભા ચૂંટણી 2024 પહેલા બંગાળમાં ટીએમસી મુશ્કેલીનો સામનો કરી રહી છે. એક બાજુ રાશન કૌભાંડના આરોપમાં જ્યોતિપ્રિય મલિકને ઈડીએ અરેસ્ટ કરી લીધા છે તો બીજી તરફ      મહુઆ મોઈત્રા વિરુદ્ધ સંસદીય સમિતિ તપાસ કરી રહી છે તેમના પર પૈસા લઈને સવાલ પૂછવાનો આરોપ લાગ્યો છે. આ ઉપરાંત મમતા બેનર્જીના ભત્રીજા એભિષેક બેનર્જી વિરુદ્ધ પણ ઈડીની તપાસ ચાલી રહી છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક મંત્રીની ધરપકડ થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભ્રષ્ટાચારના મામલે ઘેરાયેલી ટીએમસી શું રણનીતિ અપનાવશે તો જાવા જેવું હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *