બેન્કોની 4થી 11 ડિસેમ્બર સુધી પડતર માગણીઓને લઈને હડતાળ

Spread the love

બેન્કમાં હડતાળનું મુખ્ય કારણ બેન્કમાં પૂરતા સ્ટાફની માંગ છે


નવી દિલ્હી
ડિસેમ્બર મહિનામાં હડતાલના કારણે બેન્કના કામ ઘણા દિવસ માટે બંધ રહી શકે છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇ એસોસિએશન (એઆઈબીઈએ) દ્વારા આ બાબત પર નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે. એઆઈબીઈએ દ્વારા ડિસેમ્બર 2023માં બેન્કોમાં અલગ અલગ તારીખો પર હડતાલ જાહેર કરવામાં આવી છે. પીટીઆઈ મુજબ આ હડતાલ 4 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ચાલશે. જોઈએ કે બેન્કો હડતાલના કારણે ક્યાં ક્યાં દિવસે બંધ રહેશે.
4 ડિસેમ્બર, 2023- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં હડતાળ રહેશે
5 ડિસેમ્બર, 2023- બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયામાં હડતાળ રહેશે
6 ડિસેમ્બર, 2023- કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં હડતાળ રહેશે
7 ડિસેમ્બર, 2023- ઈન્ડિયન બેંક અને યુકો બેંકમાં હડતાળ રહેશે
8 ડિસેમ્બર, 2023- યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં હડતાળ પડશે
9 અને 10 ડિસેમ્બર, 2023- બેંકોમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા
11 ડિસેમ્બર, 2023- ખાનગી બેંકોમાં હડતાળ રહેશે
બેન્કમાં હડતાળનું મુખ્ય કારણ બેન્કમાં પૂરતા સ્ટાફની માંગ છે. આ ઉપરાંત બેંકિંગ સેક્ટરમાં આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂકીને કાયમી નોકરીઓની સંખ્યા વધારવા જેવી માંગનો પણ સમાવેશ થાય છે. આ બાબતે માહિતી આપતાં, એઆઈબીઈએના જનરલ સેક્રેટરી, સી.એચ. વેંકટચલમે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકોમાં નીચલા સ્તરે આઉટસોર્સિંગની સંખ્યામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં હંગામી કર્મચારીઓની સંખ્યામાં વધારો થવાથી ગ્રાહકોની અંગત માહિતી પણ જોખમમાં છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *