17 મેના રોજ ચંદ્ર સાંજે 7.39 વાગ્યે મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં સંચાર કરશે. આ રાશિમાં પુરા અઢી દિવસ એટલે કે 19 મે સુધી રહેશે. ગજકેસરી યોગની અસર
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓના જાતકોના જીવન પર પડી શકે છે. ગ્રહોના પરિવર્તનની સાથે જ બીજા ગ્રહોની સાથે યુતિથી અનેક શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. આમ ટૂંક સમયમાં ગુરુ અને ચંદ્રની યુતિ થવા જઇ રહી છે. 17 મેના રોજ ચંદ્ર સાંજે 7.39 વાગ્યે મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં સંચાર કરશે. આ રાશિમાં પુરા અઢી દિવસ એટલે કે 19 મે સુધી રહેશે.
આ રાશિમાં પહેલાથી જ ગુરુ ગ્રહ વિરાજમાન છે. આવી સ્થિતિમાં ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ યોગ અનેક રાશિઓની કિસ્મત ચમકાવી શકે છે. જાણો ગજકેસરી યોગ બનાવથી કઈ કઈ રાશિઓની કિસ્મત ચમકી શકે છે.
ગજકેસરી યોગ શું છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગજકેસરી યોગ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ એક એવો રાજયોગ છે જેનો મતલબ છે કે હાથી ઉપર સવાર સિંહ. આ જ કારણે આ યોગને સૌથી ઉત્તમ યોગો પૈકી એક માનવામાં આવે છે.
ક્યારે બને છે ગજકેસરી યોગ?
ઉલ્લેખનીય છે કે ગજકેસરી યોગ ત્યારે બને છે જ્યારે ગુરુ અને ચંદ્રની યુતિ કોઇ એક રાશિમાં થાય છે. જ્યારે ગુરુ ચંદ્રથી કેન્દ્ર ભાવમાં સ્થિત હોય.
ગજકેસરી યોગ બનવાથી આ રાશિઓને મલશે લાભ
મેષ રાશિ
ગજકેસરી યોગ બનવાથી મેષ રાશિના જાતકોને લાભ મળશે. આ રાશિના જાતકોને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. આ સાથે જ લાંબા સમયથી એટકેલા કામ ફરીથી શરુ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. કાર્યસ્થળમાં તમારા કામની પ્રશંસા થશે. આવી સ્થિતિમાં પદોન્નતિ અને ઇન્ક્રિમેન્ટ પર પ્રબળ યોગ બની રહે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ગજકેસરી યોગ ખુબ જ લાભકારી સિદ્ધ થઇ શકે છે. સમાજમાં માન-સમ્માન, પદ પ્રતિષ્ઠા વધશે. આ સાથે જ અચાનક ધન લાભ મળી શકે છે.
તુલા રાશિ
મેષ રાશિમાં ગજકેસરી યોગ બનવાથી તુલા રાશિના જાતકોને બિઝનેસ અને નોકરીમાં અપાર સફળતા અને ધનલાભ મળી શકે છે. પરિવાર અથવા દોસ્તોની સાથે યાત્રા માટે નીકળી શકો છો.