Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

ઢોરને રસ્તા પર રખડતા મૂકનારા ગૌપાલકને ત્રણ વર્ષની જેલની સજા

Spread the love

2019ના બનાવમાં કોર્ટે સેક્શન 308, સેક્શન 289 વગેરે કલમો લગાડી, ગૌપાલક સામે પશુઓની ઉપેક્ષા કરવાનો અને લોકો માટે જોખમી સ્થિતિ પેદા કરવાનો આરોપ લાગ્યો હતો

અમદાવાદ

ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યાના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે. રસ્તા પર રખડતી ગાય કે આખલાના કારણે કોઈને ઈજા થઈ હોય અથવા મોત થયું હોય તેવી ઘણી ઘટનાઓ બનતી રહે છે. જોકે, અદાલતે આ અંગે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે જેના કારણે જવાબદાર લોકોને સજા થઈ રહી છે. તાજેતરમાં અમદાવાદમાં એક ગૌપાલકને કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા કરી છે.

આ કેસની વિગત પ્રમાણે જૂન 2019માં સાબરમતી પોલીસ સ્ટેશન એરિયામાં રખડતા ઢોર પકડતી ટીમે બે ગાય અને ત્રણ વાછરડાને પકડ્યા હતા. આ ઢોરને વાડામાં બંધ કરી રાખવાના બદલે રોડ પર રખડતા મૂકી દેવાયા હતા. તેના કારણે આ ઢોરના માલિક હરગોવિંદ દેસાઈ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. દેસાઈ સામે સેક્શન 308, સેક્શન 289 વગેરે કલમો લગાડવામાં આવી હતી. તેમની સામે પશુઓની ઉપેક્ષા કરવાનો અને લોકો માટે જોખમી સ્થિતિ પેદા કરવાનો આરોપ લાગ્યો હતો.
ગાયો અને વાછરડાના માલિક હરગોવિંદ દેસાઈ સામે કેસ ચાલ્યો ત્યારે સાક્ષી તરીકે બે પોલીસમેન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે કર્મચારીઓના નિવેદન લેવાયા હતા. આ ઉપરાંત કેટલાક ડોક્યુમેન્ટ પણ અદાલતમાં રજુ કરાયા હતા. આ તમામ પૂરાવાના આધારે એડિશનલ સેસન્સ જજ સારંગા વ્યાસે ઢોરના માલિક હરગોવિંદ દેસાઈને રસ્તા પર ઢોર રખડતા છોડી મૂકવાના કેસમાં દોષિત ઠરાવ્યા હતા.
કોર્ટે કહ્યું કે એએમસીની ટીમે ઢોર પકડી લીધા પછી દેસાઈ કોર્પોરેશનના વાડા પર ગયો હતો અને ઢોરને છોડાવી લીધા હતા. તેના પરથી સાબિત થાય છે કે આ ગાયો અને વાછરડા તેની માલિકીના જ હતા.
દેસાઈએ જ્યારે કોર્ટને સજામાં રાહત આપવાની વિનંતી કરી ત્યારે જજે કહ્યું કે રખડતા ઢોરના કારણે ઘણા બધા અકસ્માતો થાય છે. ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને સામાન્ય લોકોને તકલીફ પડે છે કારણ કે રોડ પર ઢોર ફરતા હોય છે. તેથી સમાજમાં દાખલો બેસે તે માટે આ કેસમાં મહત્તમ સજા આપવામાં આવી છે.
2018માં ગુજરાત હાઈકોર્ટે રખતા ઢોર અંગે કડક વલણ અપનાવ્યું ત્યારથી સિવિક ઓથોરિટી અને સિટી પોલિસનું ટેન્શન વધી ગયું છે. હાઈકોર્ટે વારંવાર સત્તાવાળાઓને ઠપકો આપ્યો છે અને રખડતા ઢોરની સમસ્યાનો નિકાલ લાવવા તથા આ અંગે કડક પગલાં લેવા ટકોર કરી છે.
સત્તાવાળાઓના ઢીલા વલણના કારણે 2019માં હાઈકોર્ટમાં કોર્ટના તિરસ્કારની અરજી થઈ હતી. ત્યાર પછી સિવિક ઓથોરિટીએ રખડતા ઢોરને પકડવાની કામગીરી મોટા પાયે વધારી દીધી છે. હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મામલે અત્યાર સુધીમાં શું થયું તેનો રિપોર્ટ દર બે મહિને આપવા જણાવ્યું છે. ત્યાર બાદ રાજ્ય સરકારે પણ આ અંગે એક પોલિસી ઘડવી પડી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *