હારને જીવનભર સાથે ન રખાય, ખેલાડીએ આગળ વધવું પડેઃ કપિલ દેવ

Spread the love

જે થયું તે બદલી શકાતું નથી, સખત મહેનત કરતા રહો, એક ખેલાડી હોવાનો આ જ અર્થ છેઃ વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના પૂર્વ સુકાની


નવી દિલ્હી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વન-ડે વર્લ્ડકપ2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ટીમની સાથે સાથે તેમના ફેન્સ પણ ખુબ નિરાશ થયા હતા. નિરાશ ભારતીય ટીમને પૂર્વ કેપ્ટન અને 1983 વર્લ્ડકપ વિજેતા કપિલ દેવે સાંત્વના આવી હતી. તેમણે કહ્યું હતું કે હાર બાદ પોતાની ભૂલથી શીખીને આગળ વધવાનો સમય છે.
કપિલ દેવથી પૂછવામાં આવ્યું હતું કે હાર બાદ ખેલાડીઓ દુખી છે. તમે તેમને શું કહેશો ? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘ખેલાડીઓએ આગળ વધવું પડશે. જો તમને હારનો સામનો કરવો પડ્યો હોય તો તેને જીવનભર તમારી સાથે રાખો એવું ન કરવું જોઈએ. ખેલાડીએ આગળ વધવું પડશે. જે થયું તે બદલી શકાતું નથી. સખત મહેનત કરતા રહો. એક ખેલાડી હોવાનો આ જ અર્થ છે. તેઓએ ખરેખર સારું ક્રિકેટ રમ્યું હતું. હા, તેઓ છેલ્લી અડચણ પાર કરી શક્યા ન હતા. આપણે આ ભૂલમાંથી શું શીખી શકીએ તેના પર ધ્યાન આપવું છે.’
કપિલ દેવ વન-ડે વર્લ્ડકપ2023ની ફાઈનલ દરમિયાન સ્ટેડિયમમાં હાજર ન હતા. આ અંગે તેમણે હાલમાં જ કહ્યું હતું કે તેમણે ફાઈનલ માટે આમંત્રિત જ કરવામાં ન આવ્યો હતો. કપિલ દેવ 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના તમામ સભ્યો સાથે સ્ટેડિયમમાં જોવા ઈચ્છતા હતા. પરંતુ તેમને બોલાવવામાં આવ્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *