તરનજિત સાથે ગેરવર્તણૂક કરનારા સામે પગલાંની માગ

Spread the love

તોફાનીઓ સામે કઠોર પગલાં લેવા માટે ઉક્ત ગુરુદ્વારાના વહીવટકારોને અમેરિકા સ્થિત શિખ સંસ્થાએ અનુરોધ કર્યો

વોશિંગ્ટન  

અમેરિકા સ્થિત શિખ સંસ્થાએ ગયા વીક એન્ડમાં ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ભારતના રાજદૂત તરનજિત સિંઘ સંધુ સાથે કેટલાક શિખોએ કરેલી ગેરવર્તણુંકની ઉગ્ર ટીકા કરી હતી. સાથે તે તોફાનીઓ સામે કઠોર પગલાં લેવા માટે ઉક્ત ગુરુદ્વારાના વહીવટકારોને અનુરોધ કર્યો હતો.

સોમવારે પ્રસિદ્ધ કરેલાં એક નિવેદનમાં તે સંસ્થાએ કહ્યું હતું કે, ગુરુદ્વારાઓ તો પ્રાર્થના માટેના સ્થાનો છે, ત્યાં રાજકારણ કે અંગત રાજકીય મંતવ્યને સ્થાન જ નથી.

તે સર્વવિદિત છે કે શિખ ધર્મના સ્થાપક ગુરુદેવ નાનક સાહેબની જન્મ જયંતિએ ન્યૂયોર્કનાં હિક્સ વિલે સ્થિત ગુરુદ્વારામાં ભારતના રાજદૂત તરનજિત સિંઘ સંધુ પ્રાર્થના કરવા ગયા હતા તેઓને સરોપાવ પણ અપાયો હતો. ત્યારે ખાલીસ્તાનીઓએ અલગતાવાદી ખાલીસ્તાની નેતા હરદીપ સિંઘ નિજ્જરની જૂનની ૧૮મીએ કેનેડાના સરે સ્થિત ગુરુદ્વારાનાં પટાંગણમાં જ અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી હતી. તેમજ એક અન્ય અલગતાવાદી કહેવાતા શિખ નેતાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો તે અંગે તે ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા ગયેલા. સંધુને અનેકવિધ પ્રશ્નો પૂછી ગુરુદ્વારામાં ઘૂસી ગયેલા ખાલીસ્તાનવાદીઓએ પજવવા લાગ્યા હતા. સાંધુ માંડ માંડ તેમની વચ્ચેથી નીકળી, પોતાની મોટર સુધી પહોંચી શક્યા હતા.

આ ઘટનાનો ઉલ્લેખ કરતાં શિખ્સ ઓફ અમેરિકા સંસ્થાના સ્થાપક અને અધ્યક્ષ જસદીપ સિંઘ જાસી તેમજ પ્રમુખ કંવલ જિત સિંઘએ સંયુકત નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુરુદ્વારાઓ પ્રાર્થના માટે છે, ત્યાં રાજકારણ કે અંગત રાજકીય મંતવ્યોને સ્થાન જ નથી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *