ભાજપને મપ્રમાં 50 બેઠકની ચેલેન્જ આપનારા ફુલસિંહ બરૈયા મોં કાળું કરાવશે

Spread the love

બરૈયા આ ચેલેન્જ પૂરી કરવા એકલામાં કે પોતાના ઘરે મોં કાળું નહીં કરે, તેઓ જાહેરમાં પોતાનુ મોં કાળું

ભોપાલ

નવા ચુંટાયેલા અને ચર્ચિત ધારાસભ્ય ફુલ સિંહ બરૈયા મધ્યપ્રદેશની ચૂંટણીમાં જીતી જવા છતાં મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. હવે તેમણે મોં કાળું કરવાનો વારો આવ્યો છે. ઘટના કંઇક એવી છે કે તેમણે ચૂંટણી પહેલાં ચેલેન્જ આપી હતી કે ભાજપને મધ્યપ્રદેશમાં 50 જેટલી બેઠક પણ નહીં મળે અને જો આવું થશે તો તેઓ જાહેરમાં પોતાનું મોં કાળું કરશે. 

જોકે આ ચેલેન્જ ફેલ થઈ જતાં તેમણે હવે પોતાનું મોં કાળું કરવું પડશે. અગાઉ તેઓ બસપના પ્રદેશ અધ્યક્ષ હતા અને હવે લાંબા સમયથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. આ વખતે તેઓ ચૂંટણી લડી રહ્યા હતા અને ભાંડેર સીટથી ચૂંટણી જીતી પણ ગયા. જોકે ભાજપની આંધીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો.  જોકે બરૈયાના જીતવા છતાં તેમની ચેલેન્જ ફેલ ગઈ અને હવે મોં કાળું કરવાનો વારો આવ્યો છે.

હવે બરૈયા આ ચેલેન્જ પૂરી કરવા એકલામાં કે પોતાના ઘરે મોં કાળું નહીં કરે. તેઓ જાહેરમાં પોતાનુ મોં કાળું કરશે. તેમણે તેના માટે સમય પણ જણાવી દીધો છે. કોંગ્રેસ ધારાસભ્ય ફુલ સિંહ 7 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે ભોપાલમાં રાજભવન સામે પોતાના મોં પર કાળો કૂચડો ફેરવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે ચેલેન્જ આપી હતી કે ભાજપને રાજ્યમાં 50થી વધુ પણ સીટો નહીં મળે. 

ફૂલ સિંહે બરૈયાએ આ મામલે કહ્યું કે હું મારા નિવેદન પર અડગ છું. હું ભાજપનો નેતા નથી જે મારી વાતથી ફરી જઉં.  બરૈયાએ કહ્યું કે લોકશાહી બચાવવા માટે હું લોહીથી મારો ચહેરો પણ લાલ કરી શકું છું. અમને બેલેટ પેપરમાં 90 ટકા મત મળ્યા છે. ઈવીએમમાં​હારી ગયા. ભાજપે ચૂંટણીને મત અને નોટોનો મુદ્દો બનાવી દીધો. અમને ઈવીએમ પર વિશ્વાસ નથી. હારનું કારણ ઈવીએમ છે. નરોત્તમ મિશ્રાએ પેટાચૂંટણીમાં મને ગાળો આપીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું તેથી હું તેમને ચૂંટણીમાં હરાવવા મક્કમ હતો… અને મેં તેમને ચૂંટણીમાં પરાજિત કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *