અમારા વિદેશ મંત્રીએ આ મામલાને સીધો પોતાના ભારતીય સમકક્ષ સામે ઉઠાવ્યો છે અને તેમને કહ્યું છે કે, અમે આ મુદ્દાને પૂરી ગંભીરતાથી લઈએ છીએઃ મૈથ્યૂ મિલર

નવી દિલ્હી
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂની હત્યાનું ષડયંત્ર મામલે ભારત પર લગાવવામાં આવેલા આરોપો વચ્ચે અમેરિકાએ આ મામલે ફરી નિવેદન આપ્યુ છે. અમેરિકી સરકારે કહ્યું કે, તે પન્નૂની હત્યાના ષડયંત્ર મામલે ભારતની તપાસના પરિણામોની રાહ જોશે.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મૈથ્યૂ મિલરે કહ્યું કે, અમારા વિદેશ મંત્રીએ આ મામલાને સીધો પોતાના ભારતીય સમકક્ષ સામે ઉઠાવ્યો છે અને તેમને કહ્યું છે કે, અમે આ મુદ્દાને પૂરી ગંભીરતાથી લઈએ છીએ. તેમણે કહ્યું કે, અમે આ મામલાની સંપૂર્ણ તપાસ કરીશું. તેમણે તપાસની વાત સાર્વજનિક રીતે કહી છે. હવે અમે તેમની તપાસ પૂર્ણ થવા અને તેમના પરિણામોની રાહ જોઈશું.
મિલરે કહ્યું કે, અમારા માટે આ ગંભીર મુદ્દો છે. અમેરિકી અધિકારીએ એક દિવસ અગાઉ પણ કહ્યું હતું કે, અમે આતંરરાષ્ટ્રીય પજવણી સહન ન કરીએ પછી ભલે તે કોઈ પણ હોય. તેમણે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે પણ ભારતને તપાસમાં સહયોગ કરવાની અપાલ કરી છે.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યુ મિલરે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, હું આ મામલે ટિપ્પણી નહીં કરીશ. કાયદા અમલીકરણ એજન્સી આ મામલાની તપાસ કરી રહી છે. અમેરિકી ન્યાય વિભાગ અદાલતમાં કેસ રજૂ કરવામાં આવી રહ્યો છે આવી સ્થિતિમાં કોઈપણ ટિપ્પણી કરવું મારા માટે અયોગ્ય છે. અમે આ મુદ્દો ભારત સરકારના સૌથી વરિષ્ઠ સ્તર પર ઉઠાવ્યો છે. તેમણે અમને જણાવ્યું કે, તેઓ તપાસ કરશે. તેમણે સાર્વજનિક રૂપથી તપાસની ઘોષણા કરી છે. અમે તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. બીજી તરફ અમેરિકી ડેપ્યુટી એનએસએ ફાઈનરે ભારતીય અધિકારીઓ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, ભારતીય તપાસમાં દોષી ઠેરવવામાં આવેલ વ્યક્તિ અમારા માટે મહત્વપૂર્ણ છે. આ અમારા માટે ગંભીર મુદ્દો છે.