ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો

ભોપાલ
છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ ગઈ છે. 4 રાજ્યોમાં વિધાનસસભા ચૂંટણી પરિણામોની જાહેરાત થયાના 8 દિવસ બાદ મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરાઈ છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ બનાવાયા છે. અગાઉ શિવરાજ સિંહ ચૌહાણ સહિતના નામો ચર્ચા હતા, જોકે ભાજપે અંતે ઉજ્જૈનના મોહન યાદવના નામ પર ફાઈનલ મહોર મારી છે. ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે.
મધ્યપ્રદેશમાં ભાજપે 163 બેઠકો જીતી છે, જ્યારે કમલનાથ સામે ચૂંટણી લડી રહેલી કોંગ્રેસે માત્ર 66 બેઠકો પર જીતી છે.