યુએસને સિક્રેટ મેમો આપ્યાના અહેવાલો ભારતે ફગાવ્યા

Spread the love

ભારતે શીખ અપ્રવાસી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉત્તર અમેરિકામાં સ્થિત વાણિજ્ય દૂતાવાસને એક સીક્રેટ મેમો મોકલ્યો હોવાના એહેવાલ ફેક


વોશિંગ્ટન
ભારત અને કેનેડા વિવાદ વચ્ચે આપણા વિદેશ મંત્રાલયે તાજેતરમાં ફરતા થયેલા ઘણાં અહેવાલોને રદીયો આપ્યો જેમાં દાવો કરાયો હતો કે ભારતે શીખ અપ્રવાસી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉત્તર અમેરિકામાં સ્થિત વાણિજ્ય દૂતાવાસને એક સીક્રેટ મેમો મોકલ્યો હતો. ભારતે આ મેમો ફેક ગણાવ્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ રિપોર્ટ નકલી અને સંપૂર્ણ રીતે બનાવટી છે. આ માત્ર ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર છે. આ કોઈ મેમોરેન્ડમ નથી. આ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા દ્વારા ફેલાવવામાં આવેલું જૂઠ્ઠાણું છે. જે કોઈ પણ આ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે તે તેની પોતાની વિશ્વસનીયતા પર જ સવાલો ઉભા કરી રહ્યો છે. બાગચીએ સોશિયલ મીડિયા પર આ મામલે નિવેદન જાહેર કર્યું હતું.
વિદેશી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે એપ્રિલ 2023માં એક સીક્રેટ મેમો જારી કર્યો હતો. આ મેમોમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર સહિત ઘણા શીખ ભાગલાવાદીઓની યાદી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે નિજ્જરની હત્યાના બે મહિના પહેલા જ ભારતે આ મેમો મોકલ્યો હતો. આ મેમોમાં નિજ્જર સામે કડક કાર્યવાહી કરો તેવો નિર્દેશ આપ્યાનો દાવો કરાયો હતો. નિજ્જરની હત્યા બાદથી જ કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ શરૂ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *