અમેરિકાએ વિઝા ફીનો વધારો હાલ પૂરતો સ્થગિત રાખ્યો

Spread the love

અમેરિકા એચ-1બી સહિત અનેક પ્રકારના વિઝાની ફી વધારવા વિચારી રહ્યું હતું પરંતુ તે એપ્રિલ મહિના સુધી સ્થગિત રાખવામાં આવ્યો

વોશિંગ્ટન

ભારતમાંથી દિવસેને દિવસે અમેરિકા જનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે યુએસ કોન્સ્યુલેટ પાસે વિઝાની અરજીઓનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે અમેરિકા તેના વિઝાની ફીમાં તોતિંગ વધારો કરશે તેવા સમચાર વહેતા થયા હતા જેના પગલે ભારતીયોની ચિંતામાં વધારો કર્યો હતો. જો કે હવે સુત્રોમાંથી મળતી નવી માહિતી મુજબ અમેરિકાએ વિઝાની ફીનો વધારો હાલ પૂરતો સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.

ભારતમાંથી હાયર એજ્યુકેશન તેમજ અન્ય બીજા કોઈ કારણોસર અમેરિકા જવું ખુબ જ મોંધુ હોય છે ત્યારે જો યુએસ ફીમાં વધારો થાય તો લોકોને અમેરિકા જવું પોસાય નહીં. જો કે અત્યારે ભારતીયો માટે રાહતના સમાચાર એ છે કે અમેરિકા એચ-1બી સહિત અનેક પ્રકારના વિઝાની ફી વધારવા વિચારી રહ્યા હતા પરંતુ તે એપ્રિલ મહિના સુધી સ્થગિત રાખવામાં આવ્યો છે. હવે કદાચ એપ્રિલ 2024માં ફાઈનલ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. અત્યાર સુધી એવા સમાચાર હતા કે અમેરિકા જાન્યુઆરી 2024થી જ વિઝા ફીમાં મોટો વધારો કરશે.

જો અમેરિકાએ એચ-1બી સહિતના વિઝાની ફીમાં વધારો કર્યો હોત તો અમેરિકન કંપનીઓ પર મોટો ખર્ચ આવે તેમ હતો કેમકે આ વિઝાની પ્રક્રિયા આ કંપનીઓએ કરવાની હોય છે. આ વિઝાની એપ્લિકેશન ફી 70 ટકા વધીને 780 ડોલર સુધી થવાની શક્યતા હતી. વિદેશી કર્મચારીને સ્પોન્સર કરનાર અમેરિકન કંપનીએ લોટરીમાં પસંદ થયેલા લોકો માટે એચ-1બી વિઝાની વિગતવાર અરજી કરીને ઈ-રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. માર્ચ મહિનામાં સામાન્ય રીતે એચ-1બી કેપની લોટરી થતી હોય છે. ઈ-રજિસ્ટ્રેશન માટેની ફી 10 ડોલરથી વધારીને 215 ડોલર કરવાની દરખાસ્ત હતી જેથી કરીને લોટરીના મિકેનિઝમનો દુરુપયોગ ન થાય.

અમેરિકન ઓથોરિટી એનપીઆરએમ દ્વારા સિટિઝનશિપની ફી 19 ટકા વધારવાની દરખાસ્ત છે જે 640 ડોલરથી વધારીને 760 ડોલર કરવામાં આવશે.  આ ઉપરાંત સૌથી વધુ ફીનો વધારો ઈબી-5 ઈન્વેસ્ટરો માટે હતો જેઓ અમેરિકામાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવતા હોય છે. એનપીઆરએમના આંકડા મુજબ રોકાણકારોએ પોતાની આઈ-526 પિટિશન માટે 11160 ડોલરની ફી ફરવી પડશે જે અગાઉ કરતા 204 ટકા વધારે છે જ્યારે I-829 પિટિશન માટે 9535 ડોલરની ફી ભરવાની તૈયારી રાખવી પડશે. એટલે કે અગાઉની ફી કરતા નવી ફીમાં 148 ટકાનો વધારો થયો છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *