વિપક્ષના લોકો તો સંસદને જ ગીરવે મૂકી દેવા માગતા હોવાનો ભાજપના નેતાનો આક્ષેપ

સંસદની સુરક્ષામાં ચૂક મામલે બંને ગૃહોમાં જોરદાર હોબાળા વચ્ચે વિપક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માગ કરી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે સમય આવવા દો, તે દરેક સવાલનો જવાબ આપશે. વિપક્ષના લોકો તો સંસદને જ ગીરવે મૂકી દેવા માગે છે.
તેમણે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતાં લખ્યું કે ટુકડે ટુકડે ગેંગ ગૃહમંત્રી પાસે જવાબ માગે છે. તપાસ પૂરી થવા દો, તમને જડબાતોડ જવાબ મળશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ટીએમસી સંસદને ચાલવા દેવા માગતા નથી. આ ટૂલકીટ છે. બધું સત્ય સામે આવશે. સમય આવવાનો ગૃહમંત્રી તમામ સવાલોના જવાબ આપશે. આતંકવાદી અને ઉગ્રવાદીઓની કોઈ જાતિ નથી હોતી.