ITF ટેનિસ: વિમેન્સ ડબલ્સમાં અકિકો અને યામાઝાકી ચેમ્પિયન બની

અમદાવાદ
એસટીએફ ખાતે રમાતી વિમેન્સ આઇટીએફ ટેનિસ ટૂર્નામેન્ટ અંત ભાગમાં આવી ચૂકી છે. વિમેન્સ સિંગલ્સમાં રવિવારે પ્રથમ ક્રમાંકિત ઓસ્ટ્રેલિયાની એરિના રોડિઓનોવા તથા કોરિયાની ૧૨મી ક્રમાંકિત સોહયુન પાર્ક વચ્ચે ફાઈનલ મુકાબલા રમાશે. વિમેન્સ ડબલ્સમાં જાપાનીઝ જોડીએ ટાઇટલ જીત્યું હતું. પ્રથમ સેમિફાઈનલમાં રોડિઓનોવાએ આઠમી ક્રમાંકિત મારિયા ટેક્સેવાને કોઈ પણ મુશ્કેલી ૬-૧, ૬-૧થી પરાજય આપ્યો હતો. બીજી સેમિફાઈનલમાં કોરિયન ખેલાડી સોહયુન પાર્કે ગુજરાતની તથા ભારતની ૧૩મી ક્રમાંકિત વૈદેહી ચૌધરી સામે ૯-૪, ૨-૬, ૬-૩થી વિજય હાંસલ કરીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. વિમેન્સ ડબલ્સમાં જાપાનની અકિકો ઓમેઈ તથા ઈકુમી યામાઝાકીએ ભારતની વૈષ્ણવી અડકર તથા અંકિતા રૈનાની જોડીને ટાઇ બેકર સુધી પહોંચેલી ફાઈનલમાં ૬-૨, ૨-૬, ૧૦-૭ના સ્કોરથી પરાજય આપીને ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું.
