સોહયુન પાર્કે ટોચની ક્રમાંકિત એરિના રોડિયોનોવાને હરાવીને આઈટીએફ-50નું ટાઈટલ જીત્યું

Spread the love

કોરિયન ખેલાડીએ તેની કારકિર્દીની સૌથી મોટી જીત મેળવી

અમદાવાદ

અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આઈટીએફ વિમેન્સ-50 ટૂર્નામેન્ટમાં સિંગલ્સ ફાઈનલનું ટાઈટલ કોરિયાની 12મી ક્રમાંકિત સોહ્યુન પાર્કે સ્પર્ધાનો મોટો અપસેટ કરતા ટોચની ક્રમાંકિત એરિના રોડિયોનોવાને 6-3, 6-0થી આસાનીથી હરાવીને જીત્યું હતું. કોરિયન ખેલાડીનું તેની કારકિર્દીનું આ શ્રેષ્ઠ પ્રદર્શન હતું. સોહયુમ પાર્કે પ્રથમ વખત આઈટીએફ વિમેન્સ 50 ટાઈટલ મેળવ્યું હતું. 22 વર્ષની સોહયુને પ્રથમ સેટમાં રોડિયાનોવાની લય તોડ્યા બાદ મેચ પર સતત દબદબો જાળવ્યો હતો. રોડિયાનોવાએ મેચમાં ડબલ ફોલ્ટ કર્યા અને સેકન્ડ સર્વ દ્વારા માત્ર 3 પોઈન્ટ હાંસલ કર્યા હતા. મોી સંખ્યામાં હાજર રહેલા પ્રક્ષકોની હાજરીમાં સોહયુન પાર્કે માત્ર એક કલાક આઠ મિનિટમાં વિજય હાંસલ કર્યો હતો.

સોહયુન પાર્કે 50 ડબલ્યુટીએ પોઈન્ટસ ઉપરાંત 4903 ડોવર (અંદાજે ( 4.29 લાખ રુપિયા)નો પુરસ્કાર મેળવ્યો હતો. રોડિયાનોવાને 33 ડબલ્યુટીએ પોઈન્ટસ અને 2591 ડોલર (અંદાજે 2.26 લાખ રુપિયા) મળ્યા હતા.અમદાવાદમાં આઈટીએફ વિમેન્સ 50નું ટાઈટલ જીતવા પહેલા કાર્કિર્દીમાં માત્ર 3 વિમેન્સ 25 અને 3 વિમેન્સ 15ના ટાઈટલ જીત્યા છે.

One thought on “સોહયુન પાર્કે ટોચની ક્રમાંકિત એરિના રોડિયોનોવાને હરાવીને આઈટીએફ-50નું ટાઈટલ જીત્યું

  1. Получите уникальный фрибет без депозита, с максимальным комфортом.
    Ставки с фрибетом [url=http://www.marina-sk.ru]http://www.marina-sk.ru[/url] .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *