હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં દાંડિયા સુશોભન સ્પર્ધા, રાવણ થ્રીડી આકૃતિ તથા છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ

Spread the love

અમદાવાદ

હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) નાં વિધાર્થીઓ માટે માતાજીની આરાધનાપર્વ એવા ”નવરાત્રિ” ની ઉજવણી નિમીત્તે શાળામાં ધોરણ ૧ થી ૭ નાં  વિધાર્થીઓ માટે “દાંડિયા સુશોભન, રાવણ થ્રીડી આકૃતિ, આભૂષણ બનાવવાની તેમજ છત્રી સુશોભન સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું.  વિધાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇકાર્ડબોર્ડ, રંગીન કાગળ, કાચનાં ટીક્કા, રંગીન ઉન, કોડી, મોતી જેવી વિવિધ પ્રકારની સુશોભિત વસ્તુઓ નો ઉપયોગ કરીને રચનાત્મક આકૃતિઓ બનાવી હતી. વિદ્યાર્થીઓના આ ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા પિનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *