પરિણિતાની અંગત પળોની ક્લિપ બનાવી સાસુ-સસરાએ વેચી

Spread the love

પતિ સાથે મળીને સાસુ-સસરાએ બેડરૂમમાં સીસીટીવી  કેમેરા લગાવી તેની ક્લિપ વાયરલ કરી દીધી, આરોપીઓના જામી હાઈકોર્ટે ફગાવ્યા

અમદાવાદ

અમદાવાદમાં પતિ અને સાસરીપક્ષે પરિણિતાના અંગત વીડિયો ઉતારીને તેની સાથે ન કરવાનું કર્યું હતું. એટલું જ નહીં તેની સાથે બધી જ હદો વટાવી નાખી હતી. તેના રૂમમાં સીસીટીવી કેમેરા અને તેના મોબાઈલની પ્રાઈવેટ ક્લિપ્સ પણ વાઈરલ કરવામાં આવી હતી. આનાથી તેએ રૂપિયાની કમાણી કરતા હતા અને જેની જાણ થતા પરિણિતાએ વિરોધ કર્યો તો એની સાથે ન થવાનું થયું હતું.

બળજબરી પૂર્વક શરીર સંબંધ એ ગુનો જ કહેવાય પછી ભલે તે પતિ દ્વારા તેની પત્ની પર કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટે મહિલાની જામીન અરજીને ફગાવી દેતી વખતે અવલોકન કર્યું, જેની પુત્રવધૂએ તેના પતિ અને સાસરિયાઓ સામે દુષ્કર્મ અને ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ગત વર્ષે રાજકોટમાં લગ્ન કરનાર એક મહિલાના આરોપો સામેલ છે. તેણે ફરિયાદ કરી હતી કે પૈસા કમાવવા માટે તેના પતિ અને સાસરિયાઓ તેમના બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવતા અને આના દ્વારા બંને વચ્ચેની અંગત પળોને રેકોર્ડ કરી ક્લિપ વાયરલ કરતા અને વેચતા હતા.
પરિણિતાએ વધુ એક ઘટસ્ફોટ કર્યો હતો કે પતિ તેનો ફોન લઈ લેતો હતો એટલું જ નહીં તેના ફોનથી જ અંગત પળોની ક્લિપ બનાવતો અને ભાઈબંધો તથા પરિવારના ગ્રૂપમાં વેચતો હતો. એટલું જ નહીં ઓનલાઈન પણ વિવિધ વેબસાઈટ પર તે આ ક્લિપ વાઈરલ કરીને રૂપિયા કમાતો હતો. બીજી બાજુ સીસીટીવીની જે ક્લિપ છે તે વીડિયોને ફેમિલી વોટ્સએપ ગ્રુપ પર સર્ક્યુલેટ કરવામાં આવતી હતી. આ વીડિયો કથિત રીતે અન્ય લોકોને પણ રૂપિયા આપીને વેચવામાં આવતો હતો.

જોકે સમય જતા પરિણિતાને આ અંગે જાણ થઈ ગઈ હતી કે તેના સાસરિપક્ષ આવું કરે છે. એકવાર વીડિયો વાયરલ થયો અને ફરતો ફરતો તેની પાસે આવ્યો ત્યારે તેને જાણ થઈ કે એના રૂમમાં સીસીટીવી કેમેરા પણ છે. એટલું જ નહીં તેના પતિએ જે મોબાઈલમાં અંગત પળો લીધા છે તે પણ કેપ્ચર કરી નાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ જાણકારી મળ્યા બાદ તેણે પરિવારજનોને કહ્યું કે મારા પ્રાઈવેટ વીડિયોઝ લીક થઈ રહ્યા છે. તેમણે ફરિયાદ નોંધાવી અને પછી મોટી કાર્યવાહી થઈ હતી. તેના પતિ અને સાસરીપક્ષની પોલીસે ધરપકડ કરી નાખી હતી.
જોકે થોડો સમય જતા તેની સાસુએ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને જજ ડી.એ જોશીએ નકારી કાઢી હતી, જેમણે તેને ટ્રાયલનો સામનો કરવાનો નિર્દેશ આપ્યો હતો. પતિ દ્વારા કરવામાં આવેલા શરીર સંબંધ અને પ્રાઈવેટ વીડિયો કેપ્ચર એ દુષ્કર્મ નથી એવી દલીલ સાસરીપક્ષ દ્વારા કરવામાં આવી હતી. ન્યાયાધીશે 50 અમેરિકન રાજ્યો, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા અને અન્ય યુરોપિયન દેશોના ઉદાહરણો ટાંક્યા, જ્યાં વૈવાહિક જીવનમાં શરીર સંબંધમાં બળજબરી ગેરકાયદેસર છે. 1991માં હાઉસ ઓફ લોર્ડ્સના ચુકાદા બાદ અંગ્રેજોએ આ અપવાદને દૂર કર્યો હતો.

“તે સમયે જે શાસકોએ કોડ બનાવ્યો હતો, તેઓએ પોતે જ પતિઓને આપવામાં આવેલી મુક્તિ નાબૂદ કરી દીધી છે. તેથી, સ્ત્રીની સાથે ન કરવાનું કામ કરવું તેવા પુરુષ સામે આઈપીસીની કલમ 376 હેઠળ સજાને પાત્ર છે. આ પ્રકારના મોટા ભાગના કિસ્સાઓમાં, સામાન્ય પ્રથા એવી છે કે જો પુરુષ પતિ હોય તો બીજા પુરુષની જેમ જ કૃત્યો કરે તો તેને મુક્તિ આપવામાં આવે છે. મારા મતે, તે ગણી શકાય નહીં. મહિલા સાથે ખરાબ કૃત્ય એટલે ખરાબ કામ જ છે પછી તે પતિ કરે કે અન્ય પુરુષ સજા એક જ થવી જોઈએ. આ પ્રમાણે જજનું અવલોકન હતું.

એચસીએ જણાવ્યું હતું કે મહિલાઓ સામે અપમાનજનક વર્તન અથવા અન્ય કૃત્યો કે જે તેમને ધમકી આપે છે અથવા તેમને તીવ્ર અસ્વસ્થતા લાવે છે, તેમની ગરિમા, સ્વ-મૂલ્ય અને સન્માનને નુકસાન પહોંચાડે છે, તે યોગ્ય નથી.
તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પરિણિતાના અંગત વીડિયોઝ, ફોટોઝ અને પળો બધી જ શેર કરવામાં આવી રહી હતી. તેની પ્રાઈવસીને નુકસાન તો પહોંચી જ રહ્યું હતું પરંતુ આની સાથે સાથે રૂપિયાની લાલચે જે કામ થઈ રહ્યું હતું તે પણ તદ્દન અયોગ્ય છે.
કોર્ટે એ પણ ચર્ચા કરી હતી કે પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓ માટે આ પ્રમાણેનું કૃત્ય સહન ન કરવું જોઈએ. “તેથી, ભારતમાં મહિલાઓ સામે હિંસાની વાસ્તવિક ઘટનાઓ કદાચ ડેટા સૂચવે છે તેના કરતા ઘણી વધારે છે, અને સ્ત્રીઓ સાથે ઘણીવાર બંધ બારણે ન થવાનું થતું જ રહે છે. આવા કિસ્સાઓમાં સાસરીપક્ષને છૂટા કરવા યોગ્ય ન કહેવાય.

Total Visiters :165 Total: 1502761

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *