આ યુદ્ધમાં માત્ર અમારું જ હિત નથી પરંતુ સંપૂર્ણ સભ્ય સમાજનું હિત હોવાનો ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂનો દાવો

નવી દિલ્હી
અમેરિકાના રક્ષા મંત્રી ઈઝરાયેલની મુલાકાતે છે. આ દરમિયાન ઈઝરાયેલા વડાપ્રધાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ ફરી એક વખત પુનરોચ્ચાર કર્યો કે, હમાસ વિરુદ્ધ સંપૂર્ણ જીત પ્રાપ્ત કરવી એ જ અમારું લક્ષ્ય છે. આ યુદ્ધ માત્ર ઈઝરાયેલનું જ નથી પરંતુ અમેરિકાનું પણ છે. કારણ કે, ઈરાને બાબ અલ-મંદેબના સમુદ્રી માર્ગને બંધ કરવાની ધમકી આપી છે જે વિશ્વ માટે નોવિગેશનની સ્વતંત્રતા માટે એક મોટું જોખમ છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ ઈઝરાયેલના સમર્થન માટે વોશિંગટનનો આભાર માન્યો હતો. આ દરમિયાન અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન પણ નેતન્યાહૂ સાથે જ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ નેતન્યાહૂએ આગળ કહ્યું કે, અમે બર્બરતા વિરુદ્ધ સભ્યતાની લડાઈ લડી રહ્યા છીએ. મેં હંમેશા કહ્યું હતું હતું કે, આ યુદ્ધ હમાસ વિરુદ્ધ સંપૂર્ણ જીતનું છે. તેના માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમારું માનવું છે કે, આ યુદ્ધ માત્ર અમારું જ નથી પરંતુ અમેરિકાનું પણ છે કારણ કે, અમેરિકા વિશ્વમાં સભ્યતાની તાકાતોનું નેતૃત્વ કરી રહ્યું છે. અમેરિકા બાબ અલ-મંદેબ ને ખોલવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. આ યુદ્ધમાં માત્ર અમારું જ હિત નથી પરંતુ સંપૂર્ણ સભ્ય સમાજનું હિત છે.
ઓસ્ટિનની ઈઝરાયેલ યાત્રા અમેરિકાના અટૂટ અને અટલ સમર્થનને દર્શાવે છે. ઓસ્ટિને કહ્યું કે, હું અહીં એ સ્પષ્ટ કરવા માટે આવ્યો છું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને વારંવાર કહ્યું છે કે, ઈઝરાયેલ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છે. ઈઝરાયેલ પ્રત્યે અમે અટલ છીએ. ઈઝરાયેલ એક નાનો અને એકજૂથ દેશ છે. ઈઝરાયેલ હમાસની ભયાવહતાથી પ્રભાવિત છે.
