શિક્ષણ બોર્ડમાં રિ-ટેસ્ટ અંગેની કોઇ જોગવાઇ ન હોવાથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે, ધો. 9-11માં નાપાસ વિદ્યાર્થીઓ માટે રિટેસ્ટ લેવા વાલીઓની માગણી

Spread the love

રિ-ટેસ્ટને લઇને વિદ્યાર્થીઓ શાળાઓમાં તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ રજૂઆત કરી


અમદાવાદ
રાજયની શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે ધો-9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટને લઇને ઉગ્ર માંગ ઊભી થઇ છે. રિ-ટેસ્ટને લઇને વિદ્યાર્થીઓ શાળાઓમાં તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ રજૂઅત કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. જો કે , શિક્ષણ બોર્ડમાં રિ-ટેસ્ટ અંગેની કોઇ જોગવાઇ ન હોવાના કારણે આ વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લેવાય તેવી શક્યતા નથી. તાજેતરમાં કોરોના મહામારીના કારણે શિક્ષણ બોર્ડ દ્વારા ધો-9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રિ-ટેસ્ટ લેવામાં આવી હતી. જેને લઇને આ વખતે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ રિ-ટેસ્ટ માટે માંગ કરી રહ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સંલગ્ન શાળાઓમાં અભ્યાસ કરતા ધો-9 અ 11 ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાયા બાદ પરિણામ જાહેર કરાયા હતા જેમાં નાપાસ વિદ્યાર્થીઓ હવે શાળાઓ સમક્ષ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ રિ-ટેસ્ટને લઇને માંગણી કરી રહ્યા છે. આ સ્થિતિ કોરોના વખતે લેવામાં આવેલી રિ-ટેસ્ટના લીધે ઊભી થઇ હોવાનું જાણવા મળે છે. કોરોના વખતે ધો-9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા રિ-ટેસ્ટ યોજવાનો નિર્ણય લીધો હતો જેથી વાલીઓને એવી આશા છે કે ધો-9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રિ-ટેસ્ટ યોજાશે. પરંતુ શિક્ષણ બોર્ડ આવી કોઇ જાહેરાત કરવાના મુડમાં નથી.
ધો-9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રિ-ટેસ્ટ અંગેની કોઇ જોગવાઇ નથી. તાજેતરમાં કોરોના મહામારી વખતે શિક્ષણ બોર્ડ રિ-ટેસ્ટ યોજવા સૂચના આપી હતી. પરંતુ આ વખતે આવી આવી કોઇ વિચારણા ન હોવાનું જણાવ્યું હતું, શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10 અને ધો-12 સાયન્સમાં એક વિષય અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થોની જુલાઇમાં પુરક પરીક્ષા લેવાય છે. આમ ધો.10 અને ધો-12 માં નાપાસ વિદ્યાર્થોની પરીક્ષા લઇ તેમને પણ વર્ષ બચાવવાની તક આપવી જોઇએ. રાજ્યમાં નવી શિક્ષણનીતિના અમલની જાહેરાત કરાઇ છે. જેમાં અભ્યાસક્રમ અને પરીક્ષાઓને લઇને અનેક વિકલ્પ અપાયા છે ત્યારે બોર્ડે આ મુદ્દે વિચારણા કરવી જોઇએ. અન્યથા ધો-9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીઓનો ડ્રોપ અઉટ રેશિયો વધશે.
વિશેષ જણાવવાનું કે મોંધવારીના જમાનામાં સરેરાશ એક બાળકનું ભણવાનું અશરે 1 લાખ રુપિયા ખર્ચ થાય છે તે આ સમયમાં બહુ જ મોંધો પડશે તથા અમૂક બાળકો ડિપ્રેશનમાં આવી જશે તથા કેટલાટ બાળકો ભણવાનું છોડી દેશે તેવી શક્યતા પણ છે તો સચિવ સાહેબને નમ્ર અપિલ કે શાળાઓને ધો 9 અને 11 માં મંજુરી આપવા વિનંતી

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *