નેવાર્ક પોલીસે આ મામલે ઝડપી તપાસનું આશ્વાસન આપ્યું
નેવાર્ક
અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોની શરમજનક કરતૂત જોવા મળી છે. અહીં એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં એક હિન્દુ મંદિરની બહારની દીવાલો પર ભારતવિરોધી સુત્રો લખીને તોડફોડ મચાવાઈ હતી.
જ્યારે નેવાર્ક પોલીસે આ મામલે ઝડપી તપાસનું આશ્વાસન આપ્યું છે. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે હિન્દુ મંદિરને વિદેશોમાં નિશાન બનાવાયું હોય. અગાઉ પણ ઓસ્ટ્રેલિયામાં આ રીતે હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાને અંજામ અપાયો હતો.