હવામાનની માહિતી આપતી એપ્સ જાસૂસી કરે છે

Spread the love

2017, 2018 અને 2019માં વેધર એપ્સમાંથી લાખો યુઝર્સના ડેટા લીક થયા હતા, જેના કારણે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો


નવી દિલ્હી
તમે અવારનવાર આવા સમાચાર સાંભળ્યા હશે કે કોઈ વેબસાઈટ અથવા એપનો ડેટા લીક થઈ ગયો છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે પ્રાઈવસી સૌથી મોટો પડકાર છે. ડેટાએ કોઈપણ વેબસાઈટ કે એપનો પર્સનલ ડેટા નથી પરંતુ તે યુઝર્સનો ડેટા છે, જેઓ તે વેબસાઇટ અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે. જો તમે આ પ્રાઈવસી બાબતે ગંભીર છો તો આજે એવી એપ્સ વિષે જાણીએ જે તમારી જાસુસી કરી રહી છે.
ભારતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ હવામાન રહેતું હોય છે. એવામાં લોકો હવામાનની જાણકારી લેવા માટે વિવિધ એપ્સનો ઉપયોગ કરતા હોય છે. જયારે વર્તમાન સમયમાં દરેક સ્માર્ટફોનમાં વેધર એપની સુવિધા પણ આપવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ એવો દાવો કરવામાં આવ્યો છે કે વેધર એપ તમારી જાસુસી કરી રહી છે. એટલે હવે પ્રશ્ન એ થાય કે વેધર એપ્સ જાસુસી કરી રીતે કરી શકે? તેમજ વેધર એપ્લિકેશનમાંથી ડેટા કેવી રીતે લીક થઈ શકે? ચાલો સમજીએ.
એક મીડિયા રિપોર્ટ અનુસાર 2017, 2018 અને 2019માં વેધર એપ્સમાંથી લાખો યુઝર્સના ડેટા લીક થયા હતા, જેના કારણે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પ્લે સ્ટોર પર આવી ઘણી વેધર એપ્સ છે. જેને ડાઉનલોડ કર્યા બાદ એપ્સ ઓપન કરતા તે આપણી પાસેથી ઘણી પ્રકારની પરમિશન માંગે છે અને આપણે જોયા વગર જ પરમિશન આપી દઈએ છીએ. ત્યારબાદ આ એપ્સ આપણને હવામાન અંગે જાણકારી તો આપે જ છે સાથે આપણો ડેટા અને એક્ટીવીટી પણ ટ્રેક કરે છે.
આ પછી, યુઝર્સના મોબાઈલમાંથી મેળવેલી માહિતી જેમ કે કોન્ટેક્ટ, ફોટો, લોકેશન, સર્ચ હિસ્ટ્રી વગેરે ઈન્ટરનેશનલ માર્કેટમાં અન્ય કંપનીઓને વેચવામાં આવે છે.
તમારો પર્સનલ ડેટા સાચવવા માટે, તમે કોઈપણ વેધર એપ્લિકેશનને બદલે ગુગલ પર વેધર સર્ચ કરીને તમારા સ્થાનના હવામાન વિશેની માહિતી મેળવી શકો છો. આ સિવાય જો તમે હજુ પણ વેધર એપનો ઉપયોગ કરવા માંગો છો, તો તમે આ સ્ટેપ્સ ફોલો કરીને તમારો પર્સનલ ડેટા સુરક્ષિત કરી શકો છો.

  • તેના માટે સૌથી પહેલા સેટિંગમાં એપ લિસ્ટ ઓપ્શન પર જાઓ
  • ત્યારબાદ તમારા ફોનમાં જે વેધર એપ ડાઉનલોડ કરવામાં આવેલું છે તે પર ક્લિક કરો, જે તે અંગેની દરેક જાણકારી તમને મળી રહેશે
  • ત્યાર પછી તે એપના પરમિશન ઓપ્શન પર ક્લિક કરો અને જે પરમિશનની જરૂર નથી તેને કાઢી નાખો
  • જેથી તમારા ફોનની વેધર એપ એ જ જાણકારી મેળવી શકશે જેની પરમિશન તમે તેને આપો છો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *