ટેસ્લાની ટેક્સાસની ફેક્ટરીમાં રોબોટે એક એન્જિનિયર પર હુમલો કર્યો

Spread the love

એન્જિનિયર રોબોટનું પ્રોગ્રામિંગ કરી રહ્યો હતો, તેણે બે રોબોટ ડિસેબલ કર્યા, પરંતુ ત્રીજો રોબોટ ભૂલથી એક્ટિવ થઈ ગયો અને તેણે એન્જિનિયર પર હુમલો કર્યો


ટેક્સાસ
દુનિયા વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહી છે. આજે એઆઈ એટલ કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો જમાનો છે. તેના કારણે લોકોના ઘણા બધા કામ સરળ થઈ ગયા છે. મોટાભાગની કંપનીઓમાં મનુષ્યની જગ્યાએ રોબોટ કામ કરવા લગ્યા છે. આ રોબોટ ખામીરહિત અને ઝડપી કામ કરે છે. પરંતુ ક્યારે ટેકનિકલ ખામીના કારણે તે જીવલેણ સાબિત થાય છે. જેના અનેક ઉદાહરણ સામે આવી ચુક્યા છે. ત્યારે દુનિયાના સૌથી ધનવાન માણસ ઈલોન મસ્કની કાર નિર્માતા કંપની ટેસ્લાની અમેરિકાના ટેક્સાસમાં સ્થિત ફેક્ટરીમાં રોબોટે એક એન્જિનિયર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
અહેવાલ અનુસાર, આ ઘટના 2021ની હોવાનું કહેવાય છે. જ્યારે એન્જિનિયર રોબોટનું પ્રોગ્રામિંગ કરી રહ્યો હતો. તેમણે બે રોબોટ ડિસેબલ કર્યા, પરંતુ ત્રીજો રોબોટ ભૂલથી એક્ટિવ થઈ ગયો અને તેણે એન્જિનિયર પર હુમલો કર્યો હતો અને તેના ડાબા હાથ પર ઈજા થઈ હતી. જોકે તે બહુ ગંભીર હોવાનું જણાવાયું ન હતું. જો કે, આ મામલે ઈલોન મસ્કની પ્રતિક્રિયા સામે આવી છે. ‘X’ પર પોસ્ટ કરતાં, મસ્કે કહ્યું, ‘તે અત્યંત શરમજનક છે કે, તેને મીડિયા આ ઘટનાને બતાવી રહી. જે ઉદ્યોગમાં કુકા રોબોટ આર્મ (બધા ફેક્ટરીમાં ઉપલબ્ધ છે)નો ઉપયોગ બે વર્ષ પહેલાં થયો હતો.’
ટેક્સાસમાં આવેલી ટેસ્લાની ફેક્ટરીમાં શ્રમિકોનું પ્રતિનિધત્વ કરતા વકીલે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, શ્રમિકો સાથે વાતચીતમાં જાણવા મળ્યું છે કે, ફેક્ટરીમાં ઘાયલોની સંખ્યા ઓછી બતાવવામાં આવે છે. 28 સપ્ટેમ્બર 2021માં એક શ્રમિકનું મૃત્યુ પણ થયું હતું. ટ્રેવિસ કાઉન્ટીના તબીબી પરીક્ષકના અહેવાલ મુજબ મૃત્યુ પામનાર શ્રમિકનું નામ એન્ટેલમો રામીરેઝ છે, જેનું હીટ સ્ટ્રોકથી મૃત્યુ થયું હતું.
ગયા વર્ષે વર્કર્સ ડિફેન્સ પ્રોજેક્ટે ગીગા ટેક્સાસના શ્રમિકો તરફથી યુએસ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન (ઓઓશએચએ)ને ફરિયાદ નોંધાવી હતી. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ટેસ્લાના કોન્ટ્રાક્ટરો અને પેટા કોન્ટ્રાક્ટરોએ કેટલાક કર્મચારીઓને ખોટા સલામતી પ્રમાણપત્રો આપ્યા હતા. એલેક્ઝાંડરે જણાવ્યું કે, શ્રમિકોએ જ્યારે પણ તાલીમની જરૂર હોય ત્યારે પીડીએફ અથવા તસવીરો મોકલવામાં આવી છે. શ્રમિકો તાલીમ લઈ શકે તેવો કોઈ રસ્તો નહોતો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *