અમદાવાદ
ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ, નવી દિલ્હીના સંયોજનથી ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખોખરા ખાતે 21મીથી 24મી માર્ચ સુધી નેશનલ બધિર સિનિયર, જુનિયર તથા સબ-જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યમાં ઇન્ટરનેશનલ ચેમ્પિયન તથા અર્જુન એવોર્ડ વિજેતા સહિત 500 જેટલા બધિર દિવ્યાંગ ખેલાડીઓ (મેન્સ તથા વિમેન્સ) ભાગ લઈ રહ્યા છે. ચેમ્પિયનશિપના આયોજન માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા કેન્દ્ર સરકાર ઉપરાંત જીએસટી બેન્કનો સહકાર મળ્યો છે.

આ સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓ જાપાન ખાતે નવેમ્બરમાં યોજાનારી ડેફલિમ્પિકમાં ભાગ લેવા જશે. ચાર દિવસની ઇવેન્ટમાં બેડમિન્ટન, ટેબલટેનિસ, શૂટિંગ તથા ટેનિસની રમતો સામેલ છે. ૨૦મી માર્ચે સાંજે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ વિભાગના ચેરમેન ધરમશીભાઈ દેસાઈના હસ્તે ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવશે.