પોલર એરલાઈન્સનું વિમાન એએન-24 યાકુટિયા ક્ષેત્રમાં જિર્યંકા નજીક કોલિમા નદી પર લેન્ડ થયું
મોસ્કો
રશિયામાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઇ છે. ખરેખર તો 30 મુસાફરો સાથેના એક વિમાનને પાયલટે રન-વે પર લેન્ડ કરવાની જગ્યાએ થીજી ગયેલી નદી પર લેન્ડ કરી દીધું હતું. જોકે લેન્ડિંગ સુરક્ષિત રહેતાં તમામ મુસાફરો સુરક્ષિત છે.
માહિતી અનુસાર સોવિયેત કાળના એન્ટોનોવ-24 વિમાનના પાયલટથી આ મોટી ભુલ થઇ ગઇ હતી. માહિતી અનુસાર આ એક મોટી વિમાન દુર્ઘટના સર્જાતા રહી ગઈ. પોલર એરલાઈન્સનું વિમાન એએન-24 યાકુટિયા ક્ષેત્રમાં જિર્યંકા નજીક કોલિમા નદી પર લેન્ડ થયું હતું.
એરલાઇન્સના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર પાયલટે આ મોટી ભૂલ કરી હતી. નદી પર લેન્ડ થયેલા વિમાનની તસવીર વાયરલ થઈ રહી છે. કોઈ જાનહાનિ થઇ નથી. હાલ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.