જમ્મુ-કાશ્મીર વિવિદ ઉકેલવા યુએન નક્કર પગલાં લેઃ ઓઆઈસી

Spread the love

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના સચિવ હિસેન બ્રાહિમ તાહાનનું વિવાદાસ્પદ નિવેદન


નવી દિલ્હી
જમ્મુ-કાશ્મીર પર ફરી એકવાર ઈસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસી એ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના સચિવ હિસેન બ્રાહિમ તાહાને આપેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ગઈકાલે જમ્મુ અને કાશ્મીર પર ભારતના કબજાના 76 વર્ષ પૂર્ણ થશે. ઓઆઈસી એ આંતરરાષ્ટ્રીય સમુદાયને જમ્મુ અને કાશ્મીરના વિવાદને ઉકેલવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ નક્કર પગલાં લેવાનું પુનરોચ્ચાર કર્યો હતો. ઉપરાંત તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારને લઈને સંગઠન તેમની સાથે છે.
ઈસ્લામિક સમિટ અને ઓઆઈસી વિદેશ મંત્રીઓની બેઠકના નિર્ણયો અને ઠરાવોનો ઉલ્લેખ કરતા ઓઆઈસીના સેક્રેટરીએ કહ્યું કે, ભારતને જમ્મુ અને કાશ્મીરના લોકોના મૂળભૂત માનવ અધિકારોનું સન્માન કરવું જોઈએ. ઉપરાંત, 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં નાબૂદ કરવામાં આવેલી કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી.
જો કે, આ પહેલીવાર નથી જ્યારે ઓઆઈસીએ ભારત અને જમ્મુ-કાશ્મીરને લઈને આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોય અગાઉ પણ ઓઆઈસી ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકતું રહ્યું છે. ઓક્ટોબર 2022માં પણ ઓઆઈસીએ એક નિવેદન જારી કરીને ભારત સરકારને જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. કાશ્મીરમાં થઈ રહેલા ડેમોગ્રાફિક ફેરફારને રોકવાની પણ માંગ કરવામાં આવી હતી. આ પહેલા પણ કાશ્મીર મુદ્દે ઓઆઈસી તરફથી આ પ્રકારનું નિવેદન જોવા મળ્યું છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *