ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે, ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવું લક્ષ્ય બનાવાયું છેઃ વડાપ્રધાન

ગાંધીનગર
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ નિવેદન આપતા જણાવ્યુ કે ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે. ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવુ લક્ષ્ય બનાવાયુ છે. તેથી જ અત્યારનો કાળ ભારતનો અમૃત કાળ છે.
યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદના આ કાર્યક્રમમાં સામેલ થવુ એ ગર્વની વાત છે. ભારત અને યુએઈના સંબંધ દિવસે દિવસે મજબૂત થઇ રહ્યા છે. તેમનું આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવુ એ ભારત અને યુએઈના દિવસે દિવસે મજબૂત થતા આત્મીય સંબંધોનું પ્રતીક છે. કેટલાક દિવસ પહેલા અમે તેમના વિચાર સાંભળ્યા. ભારત માટે તેમનો વિશ્વાસ, તેમનો સહયોગ, ખૂબ જ ગર્મજોશીથી ભરેલો છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી જાણકારી અને અનુભવો દર્શાવવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બની રહ્યુ છે. આ સમિટમાં ભારત અને યુએઈએ ફૂડ પાર્ક્સના વિકાસ માટે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે, ઇનોવેટિવ હેલ્થ કેરમાં રોકાણ માટે ઘણા મહત્વપૂર્ણ કરાર કર્યા છે. ઇન્ફ્રાસ્ટ્રકચર માટે યુએઈની કંપનીઓ દ્વારા ઘણા મિલિયન ડોલરના નવા રોકાણ માટે સહમતિ બની છે.
પીએમ મોદીએ જણાવ્યુ કે, ભારત-યુએઈ વચ્ચે મહત્વના એમઓયુ થયા છે. ભારત-આફ્રિકા વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. ભારતનું દરેક ક્ષેત્ર પર ફોકસ રહ્યું છે. જી-20 સમિટમાં આફ્રિકન યુનિયનને સદસ્યતા છે. દેશ દરેક ક્ષેત્રમાં તેજીથી વિકાસ કરી રહ્યો છે. આ સમિટે નવા આઈડીયાને પ્લેટફોર્મ આપ્યુ છે. ગ્લૉબલ ફ્યુચર માટે ભારતે દુનિયાને રોડમેપ આપ્યો છે. વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યૂચરનો સિદ્ધાંત આવશ્યક છે. ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધ્યુ છે. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધા, નિષ્ઠા અને ભારતનો પ્રયાસ છે. વિશ્વ કલ્યાણ માટે ભારતનો પ્રયાસ વિશ્વને સમૃદ્ધ બનાવે છે.
પીએમ મોદીએ સંબોધનમાં આગળ જણાવ્યુ હતુ કે, વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં તમામ લોકોને આવકારુ છે, વાઈબ્રન્ટ ગ્લૉબલ સમિટમાં મોદી મોદી થયુ હતુ. વાઈબ્રન્ટ સમિટના મહેમાનોનો પીએમએ માન્યો આભાર. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કર્યુ અને ગુજરાતને ‘વાઈબ્રન્ટ ગિફ્ટ’ આપી હતી. આગળના 25 વર્ષના લક્ષ્ય પર ભારતનું કામ ચાલી રહ્યું છે. આઝાદીના 100 વર્ષમાં વિકસિત ભારતનું લક્ષ્ય છે. હવેના 25 વર્ષ ભારત માટે અમૃતકાળ રહેશે. નવા સપના, નવા સંકલ્પનો કાર્યકાળ છે. હવેના 25 વર્ષ ભારત માટે ખુબ મહત્વના છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટમાં પીએમ મોદીએ સંબોધન કર્યુ, તેમને સૌથી પહેલા વાઇબ્રન્ટ સમિટમાં પધારેલા તમામ મહેમાનોનું સ્વાગત અને આભાર વ્યક્ત કર્યો હતો. પીએમે કહ્યું કે, મારા ભાઈ યુએઈના રાષ્ટ્રપતિનો આભાર માનુ છે, ભારત-યુએઈ વચ્ચે આત્મીય સંબંધ છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગ્લોબલ પ્લેટફોર્મ છે. ભારત-યુએઈના સંબંધો સતત મજબૂત થયા છે. 25 વર્ષમાં ભારતને વિકસીત બનાવવાનો સંકલ્પ છે. ભારત-યુએઈ વચ્ચે મહત્વના એમઓયુ થયા છે.
સમિટના મહેમાનોનું સ્વાગત કરતાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કહ્યું છે કે પીએમએ સમિટને માત્ર બિઝનેસ બ્રાન્ડિંગ માટે જ નહીં, પરંતુ બિઝનેસ બોન્ડિંગ માટે પણ તક બનાવી છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની શરૂઆત વાઈબ્રન્ટ મ્યુઝિક પર્ફોર્મન્સ સાથે થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું.
વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના પ્રસિડેન્ટ, પ્રધાનમંત્રી સહિતના રાજનેતા અને મંત્રીઓ હાજર રહેવાના છે. સાથે જ 50થી વધુ મહાનુભાવો વાઈબ્રન્ટ સમિટના ઉદ્ધાટન સમારોહમાં ખાસ હાજર રહ્યા. મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ, પંકજ પટેલ, દિલીપ સંઘવી, એન. ચંદ્રશેખરન, ઉદય કોટક, કુમાર મંગલમ બિરલા સહિત દેશની ટોચ કંપનીઓના વડા હાજર રહ્યા. સમિટમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લીધો છે.